દોસ્તો સામાન્ય રીતે લોકો ઈસબગુલનો ઉપયોગ કબજિયાતને દુર કરવા માટે કરતાં હોય છે. પરંતુ આ વસ્તુ એવી છે જે શરીરની ઘણી બીમારીઓને દુર કરે છે. ઈસબગુલના પાન, ફૂલ અને તેનો પાવડર બધું જ સ્વાસ્થ્ય સમસ્યાઓને દુર કરવા માટે દવાની જેમ ઉપયોગમાં લઈ શકાય છે.
વિશ્વભરમાં ઈસબગુલના કુલ ઉત્પાદનમાંથી 35 ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. તેના ઉપયોગથી ઘણી દવાઓ પણ બને છે. આજે તમને ઈસબગુલથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીએ.
ઈસબગુલનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે. તેનું સેવન કરવાથી પેટમાં કબજિયાત, ગેસ અને પેટ ફુલવું જેવી તકલીફ થતી નથી. ઈસબગુલ ફાયબરથી સમૃદ્ધ હોય છે. તેનાથી પેટ સંબંધિત સમસ્યા દુર થાય છે.
ઈસબગુલનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસ જેવી બીમારી થવાનું જોખમ ઘટી જાય છે. તેનાથી શરીરનું લિપિડ અને ગ્લાયસેમિક સ્તર કંટ્રોલ કરી શકાય છે જેના કારણે ટાઈપ-2 ડાયાબીટીસનું જોખમ ઘટે છે.
ઈસબગુલના સેવનથી વજન પણ ઘટાડી શકાય છે. તેમાં ફાયબર હોય છે જે વધતા વજનને અટકાવે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તેના કારણે વજન ઓછું કરવું સરળ થઈ જાય છે.
ઈસબગુલનું સેવન કરવાથી શરીરમાંથી બડે કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. તેનાથી આંતરડાની પણ સારી રીતે સફાઈ થાય છે.
ઈસબગુલ ખાવાથી પાઈલ્સ અને ફિશર જેવા રોગના લક્ષણ પણ ઓછા થઈ શકે છે. તેમાં રહેલા પૌષ્ટિક તત્વો પાઈલ્સના કારણે થતા રક્તસ્ત્રાને ઘટાડે છે. તેનાથી મસામાંથી થતો રક્તસ્ત્રાવ બંધ થાય છે.
ઈસબગુલનું સેવન આપણા હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ફાયબર ભરપુર હોય છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. તેનાથી અનેક પ્રકારની બીમારી થવાનું જોખમ ઘટી જાય છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી હાર્ટના સ્નાયૂ મજબૂત થાય છે.
ઈસબગુલનો ઉપયોગ કબજિયાતની સમસ્યાને મટાડવા માટે કરવામાં આવે છે. તેનું સેવન દહીં સાથે કરવાથી ઝાડા મટે છે. ઈસબગુલમાં ફાયબર હોય છે જે પાચન સંબંધિત સમસ્યાને દુર કરે છે.
તેનું સેવન કરવાથી પેટ ફુલવું, પેટમાં ખેંચાણ જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આંતરડાની સમસ્યાથી મુક્તિ મેળવી હોય તો પણ ઈસબગુલનો ઉપયોગ કરી શકાય છે.
જો કે ઈસબગુલનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ નહીં. તેનાથી પાચનશક્તિ નબળી પડી જાય છે. તેના કારણે ભૂખ ન લાગવા જેવી તકલીફ પણ થઈ શકે છે. તેથી વધારે પડતા ઈસબગુલના સેવનથી બચવું. આ સાથે જ 3 વર્ષની નાના બાળકોને પણ ઈસબગુલ આપવું નહીં.