માથાનો ગમે તેવો ભયંકર દુખાવો ફકત 5 મિનિટમાં મટી જશે

માથાનો દુખાવો થતો હોય ત્યારે કોઈ પણ કામમાં મન નથી લાગતું. ખાસ કરીને જો માઇગ્રેનની તકલીફ હોય તો આ દુખાવો ખૂબ જ પીડાદાયક હોય છે.

માઈગ્રેનના દુખાવામાં કોઈ જ કામ કરવામાં મન નથી લાગતું, અવાજ અને પ્રકાશ થી ખૂબ જ તકલીફ થાય છે, સમય પસાર થતો જાય તેમ આ પીડા વધતી જાય છે.

માઈગ્રેનના દુખાવામાં અડધું માથું સખત રીતે દુખે છે. આ દુખાવો એક કે બે દિવસ સુધી પણ થઈ શકે છે. માઇગ્રેન ના કારણે માથું દુખતું હોય તો મોટાભાગના દર્દીઓને દવા ખાવી જ પડે છે.

જોકે ફક્ત માઈગ્રેનના કારણે જ નહીં પરંતુ કોઇપણ કારણોસર માથાનો દુખાવો રહેતો હોય તો દવા ખાવી પડે છે. કારણ કે માથાના દુખાવાની સમસ્યામાં કોઈ પણ કામ કરી શકાતું નથી.

જ્યારે માથું દુખતું હોય ત્યારે ઉલટી-ઉબકા પણ થવા લાગે છે. તો આજે તમને જણાવીએ માથાના દુખાવાને દૂર કરી દેતા અકસીર ઈલાજ વિશે. આ ઉપાય કરશો તો તમારે માથાના દુખાવાની દવા લેવી નહીં પડે અને ભયંકર ભયંકર દુખાવો પણ થોડી જ વારમાં મટી જશે.

આ ઉપાય કરવા માટે તમારે અંધેડોની જરૂર પડશે. તેને અપામાર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ વનસ્પતિ આપોઆપ ઊગી નીકળે છે.

તેમાં થોડા કાંટા પણ જોવા મળે છે. તેના ત્રણ પ્રકાર હોય છે જેમાં ધોળો, રાતો અને પાનખેડાનો સમાવેશ થાય છે. માથાના દુખાવાને દૂર કરવા માટે ધોળા અંધેડાની જરૂર પડે છે.

અંધેડાના ઉપયોગ

1. ધોળા અંધેડાથી શરદી, કફ, ઉધરસ વગેરેમાં રાહત થાય છે. તેના માટે તેના કાંટા ની ફોતરી દૂર કરીને તેનું ચૂર્ણ બનાવીને સૂંઘવાથી રાહત થાય છે.

2. અંધેડા ના બીજ ને વાટીને ચોખાના ઓસામણમાં ઉમેરીને તેનું સેવન કરવાથી હરસ અને મસામાં પડતું લોહી બંધ થાય છે.

3. તેના બીજને પચવામાં સમય લાગે છે તેથી તેના બીજની ખીર બનાવીને સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. સાધુ સંતો આખિર ખાઈને અઠવાડિયા સુધી ભૂખ્યા રહી શકતા.

4. તેના મૂળને પાણી અને મધ સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખ ની સમસ્યા માટે છે.

5. દાંત નો દુખાવો હોય તો અંધેડાના મૂળનું દાતણ કરવાથી દાંતનો દુખાવો મટે છે.

6. તેના બીજને વાટીને તેની રાબ બનાવીને પીવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને વજન વધતું નથી.

7. તેનું ચૂર્ણ માથાના દુખાવાને દૂર કરવા માટે ખૂબ જ ગુણકારી છે. સાથે જ તેના રસને મધ સાથે લેવાથી તાવ મટે છે.

8. શ્વાસની તકલીફ હોય તો અંધેડાના ચૂર્ણને લેવાથી શ્વાસ ની તકલીફ દૂર થાય છે.

9. અંધેડાના ચૂર્ણ અને દૂધ સાથે લેવાથી ગર્ભધારણની શક્યતા વધે છે.

Leave a Comment