મિત્રો ગરમીના દિવસોમાં સૌથી વધુ સમસ્યા થાય છે ત્વચાને. ગરમીના દિવસો કાઢવા ખૂબ જ અઘરા પડે છે. એક તો આ સમય દરમિયાન બીમારી ઝડપથી થઈ જવાનું જોખમ હોય છે, સાથે જ ત્વચા પર પણ ગરમીની અસર થાય છે.
ગરમીના દિવસોમાં જો તમે તડકામાં ન નીકળતા હોય તો પણ ત્વચાની સમસ્યા થઈ શકે છે. કારણ કે સતત વળતો પરસેવો પણ શરીરમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ઉભી કરી શકે છે.
આ સિવાય ગરમીના દિવસોમાં જ્યારે તમે પાણી પુરતા પ્રમાણમાં પીતા નથી તો ડીહાઇડ્રેશન થાય છે અને તેના કારણે પણ ત્વચાની સમસ્યા થાય છે.
ગરમીના દિવસોમાં પાણીની જરૂર શરીરને વધારે પડે છે. તેવામાં જો ઓછું પાણી પીવામાં આવે તો શરીરમાં ઘણી બીમારીઓ થાય છે અને સૌથી વધુ ત્વચા નિસ્તેજ થઈ જાય છે. શરીરમાં જે પણ પાણી હોય છે તે પણ ગરમીમાં પરસેવા તરીકે બહાર નીકળી જાય છે.
આ રીતે શરીરમાંથી પાણી ઘટી જાય છે અને તેમાં પરિણામે પથરી, ત્વચાની સમસ્યા, પેશાબના રોગો ઝડપથી થઈ જાય છે. ઉનાળામાં પેશાબ નું પ્રમાણ ઘટી જાય છે. તેવામાં જો તમે પાણી પણ ઓછું પીવો તો પેશાબ સંબંધી સમસ્યાઓ વધી શકે છે.
આજે તમને ઉનાળામાં થતી આવી સમસ્યાઓને દૂર કરવા માટે નો ઘરગથ્થુ ઈલાજ જણાવીએ. હા ઈલાજ કરશો એટલે ગરમી ના કારણે થતી સમસ્યાઓ એકવારમાં જ દૂર થઈ જશે. ખાસ કરીને ત્વચાની સમસ્યાને તો ત્રણ જ દિવસમાં આ ઉપાય કરવાથી દૂર કરી શકાય છે.
ગરમીનો સમયમાં થતી ડીહાઇડ્રેશનની સમસ્યા, પાણીની ઉણપની સમસ્યા અને ત્વચાની સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો તમારે રોજ સવારે આ કામ કરી લેવાનું છે. ત્વચાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમારી રોજ સવારે ધાણા અને ગોળનું પાણી પીવાનું છે.
ધાણાની તાસીર ઠંડી હોય છે અને તે શરીરને કુદરતી રીતે ઠંડક આપે છે અને સાથે ત્વચાનો રોગ પણ દૂર કરે છે. નિયમિત રીતે આ પાણી પીવાથી ત્વચાના રોગ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ કે આ પાણી કેવી રીતે બનાવવાનું છે.
ધાણા અને ગોળનું પાણી બનાવવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી ધાણા પલાળી દેવા. સવારે આ પાણી ને ગાળી તેમાં ગોળ ઉમેરી તેનું સેવન કરવાનું છે. આ પાણી નિયમિત રીતે પીવાથી ડિહાઇડ્રેશન થતું નથી અને ત્વચાના રોગ પણ મટી જાય છે.
રોજ સવારે આ પાણી પીવાથી પિત્તની સમસ્યા પણ મટે છે. જે લોકોને પિત્તની સમસ્યા હોય તેમને સવારે ખાલી પેટ પહેલા આ પાણી પી લેવું તેનાથી એસીડીટી તુરંત જ મટી જાય છે.
શરીરની ગરમીને ઓછી કરવા માટે નિયમિત રીતે આ પાણી તો પીવું જ પરંતુ તેની સાથે તરબૂચ, શકરટેટી, લીલા નાળિયેર જેવા ફળનું સેવન પણ કરવું. તેનાથી પણ શરીરને ઠંડક મળે છે.
ધાણા અને ગોળના પાણી સિવાય તમે પાણીમાં ગોળ, લીંબુ અને મીઠું ઉમેરીને પણ પી શકો છો. તેનાથી પણ પેશાબ સંબંધી સમસ્યાઓ માટે છે અને પથરી ના કારણે થતો દુખાવો પણ દૂર થાય છે.