ગમે તેવો ગેસ, એસિડિટી અને કબજિયાત ફકત 5 મિનિટમાં જ થઈ જશે ગાયબ

આયુર્વેદમાં કહેવાય છે કે, શરીરની દરેક બીમારીનું મૂળ પેટ હોય છે. નબળી પાચનશક્તિ હોય એટલે ખાધેલા ખોરાકનું પાચન બરાબર થતું નથી. પરિણામે શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી અને સાથે જ ખોરાક પેટમાં સડવા લાગે છે જેના કારણે શરીરમાં બીમારીઓ વધે છે.

વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી અને ખાણીપીણીની આદતો એવી થઈ ગઈ છે કે દરેક વ્યક્તિને પેટમાં કોઈ ને કોઈ તકલીફ તો હોય જ. પેટની તકલીફો એટલે કે કબજિયાત, એસીડીટી, ગેસ, અપચો વગેરે. આ બધી જ સમસ્યા થવાનું કારણ હોય છે નબળી પાચનશક્તિ.

આજે તમને આ બધી જ સમસ્યા થવાનું મૂળ એટલે કે નબળી પાચનશક્તિ ને સુધારવાના દેશી ઈલાજ જણાવીએ. આ દેશી ઈલાજ કરવાથી પાચનશક્તિ મજબૂત થાય છે અને પેટના રોગ વધતા અટકે છે અને ધીરે-ધીરે નાબૂદ થઈ જાય છે.

જો પાચનશક્તિ નબળી હોય તો સૌથી પહેલા તો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાની આદત પાડો. સ્વસ્થ શરીર માટે દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

પાણી આપણા શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન તો પૂરતા પ્રમાણમાં પાણી પીવું જ જોઇએ. નહીં તો અન્ય સમસ્યાઓ થવા લાગે છે.

જ્યારે તમે પુરતા પ્રમાણમાં પાણી પીવો છો તો શરીરમાં ફેલાયેલા ઝેરી તત્વો પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આ સિવાય પાચનશક્તિને મજબૂત કરવા માટે ઠંડું પાણી પીવાને બદલે હૂંફાળું પાણી પીવાનું રાખો. હૂંફાળું પાણી પીવાથી પાચનશક્તિ સુધરે છે.

જ્યારે આપણી સામે સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભાવતી વાનગી આવે તો આપણે બધું જ ભૂલીને પેટ ભરીને જમી લઈએ છીએ. પરંતુ પાચનશક્તી નબળી હોય તો આવું કરવું નહીં.

પાચનશક્તી નબળી હોય ત્યાં સુધી મસાલેદાર અને તળેલા ખોરાક લેવાથી એસીડીટી ની તકલીફ સહન કરવી પડશે. સાથે જ પાચન ક્રિયા ઉપર પણ ભાર પડશે. તેથી જ ભૂખ હોય તેના કરતાં હંમેશાં ઓછું ખાવાની આદત પાડો.

પાચન શક્તિ સુધારવી હોય તો જમીને તુરંત જ સૂઈ જવાની આદત પણ બદલી દો. જમ્યા પછી તુરંત જ આડા પડી જવાથી ભોજન બરાબર પચતું નથી. બપોરે અને રાત્રે જમ્યા પછી થોડાં ડગલાં ચાલી લેવા.

ભોજન હંમેશા ની રાતે ચાવીને કરવું.. ઉતાવળે ચાવીને જમી લેવાથી પાચનક્રિયા ઉપર ભાર પડે છે. તેના કારણે પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે.

પાચનક્રિયાને સુધારવી હોય તો સમયસર ભોજન કરવાની આદત પાડો. 9:00 પહેલા નાસ્તો કરી લેવો. બપોરે એકથી બે વાગ્યા સુધીમાં જમી લેવું. અને રાત્રે સૂવાના સમય હોય તેની બે કલાક પહેલાં જમી લેવું.. આ વાતોનું ધ્યાન રાખશો તો તમારી પાચનશક્તિ હંમેશા મજબૂત રહેશે.

Leave a Comment