આજે તમને એવી વસ્તુથી થતા લાભ વિશે જણાવીએ જેનો ઉપયોગ તમે પણ કર્યો જ હશે પરંતુ મોટાભાગે ત્યારે જ્યારે તમે વ્રત કર્યું હોય કે તહેવાર દરમિયાન ઉપવાસ કર્યો હોય.
આજે આપણે વાત કરીએ ફરાળમાં ખવાતા સાબુદાણા વિશે. સાબુદાણાનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા લાભ થાય છે.
મોટાભાગના લોકો આ વસ્તુને ફરાળ હોય ત્યારે જ ખાતા હોય છે. પરંતુ સાબુદાણાને તમે ફરાળ વિના પણ ખાઈ શકો છો. આજે તેને ખાવાથી થતા લાભ વિશે જાણી તમે ચોક્કસથી તેને નિયમિત ખાવાનું શરુ કરી દેશો.
સાબુદાણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેમાં એવા ગુણ હોય છે જે શરીરને રોગમુક્ત કરે છે. આયુર્વેદમાં પણ સાબુદાણાનો ઉલ્લેખ સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય સામગ્રી તરીકે કરવામાં આવ્યો છે. સાબુદાણા ખાવાથી મૂડ ફ્રેશ થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી સ્ટ્રેસ દુર થાય છે.
સાબુદાણાની તાસીર ઠંડી હોય છે જેનું સેવન કરવાથી શરીરની ગરમીનું શોષણ થઈ જાય છે અને શરીરને ઠંડક મળે છે. તેનું સેવન ઉનાળા દરમિયાન કરવાથી ડિહાઈડ્રેશન થતું નથી. સાબુદાણા ખાવાથી શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે.
કોઈપણ કારણોસર જ્યારે પાણી જેવા પાતળા ઝાડા થઈ જાય ત્યારે દર્દીને સાબુદાણામાંથી બનેલી ખીર ખવડાવવી. સાબુદાણામાં પોટેશિયમ હોય છે જે શરીરમાં રક્ત સંચાર સુધારે છે અને તેનાથી સ્નાયૂ પણ મજબૂત થાય છે. તેનું સેવન કરવાથઈ પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળે છે.
સાબુદાણા કાર્બોહાઈડ્રેટથી ભરપુર હોય છે જેનું સેવન કરવાથી શરીરમાં ઊર્જા વધે છે. તેમાં ફોલિક એસિડ પણ ભરપુર પ્રમાણમાં હોય છે જેના કારણે તે સગર્ભા સ્ત્રીઓ માટે લાભકારી છે. ગર્ભાવસ્થા દરમિયાન સાબુદાણા ખાવાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે.
સાબુદાણામાં કેલ્શિયમ, વિટામીન પણ ભરપુર પ્રમાણમાં હોય છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં પોષકતત્વોની ઊણપ સર્જાતી નથી.
તેના કારણે હાડકા પણ મજબૂત થાય છે. હાડકાને નબળા પડતા બચાવવા હોય તો નિયમિત સાબુદાણા ખાવા જોઈએ. તેનું સેવન કરવાથી વજન પણ વધતુ અટકે છે. તેનું સેવન કરવાથી વજન વધતું નથી.
સાબુદાણાનું સેવન સવારે નાસ્તામાં કરવાથી શરીરનો થાક દુર થાય છે અને અશક્તિ દુર થાય છે. તેને સવારે નિયમિત રીતે ખાવાથી શરીરમાં ઊર્જાનું સ્તર વધે છે અને શરીર તંદુરસ્ત રહે છે.
સાબુદાણાને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તેને પલાળી અને તેને વધારી તેની ખીચડી બનાવી શકાય છે, તેની ખીર અને વળા પણ બનાવી શકાય છે.