આ વસ્તુના સેવનથી આધાશીશી કે માથાનો દુખાવો 5 મિનિટમાં ગાયબ થઈ જશે

પુરતી ઊંઘનો અભાવ, આખો દિવસ દોડધામ, સ્ટ્રેસ અને મોબાઈલ પર કલાકોનો સમય પસાર કરવાથી માથાનો દુખાવો સામાન્ય સમસ્યા બની ચુકી છે. નાના બાળકોથી લઈ દરેક ઉંમરની વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે.

માથાનો દુખાવો પોષણયુક્ત આહારનો અભાવ હોય ત્યારે પણ થઈ શકે છે. વળી માથાના દુખાવાનું કારમ આધાશીશી જેવી બીમારી પણ હોય છે. કારણ કોઈપણ હોય પણ માથાના દુખાવાને દુર કરવાની દવા એક જ છે.

મોટાભાગે લોકો માથાનો દુખાવો થાય ત્યારે તેનાથી મુક્તિ મેળવવા દવા ખાઈ લેતા હોય છે. પરંતુ માથાના દુખાવાને દુર કરવા માટે હવેથી તમારે પેઈનકીલર ખાવી પડશે નહીં.

કારણ કે આજે તમને એવો ઈલાજ જણાવીએ જે તમારો માથાનો દુખાવો 5 જ મિનિટમાં દુર કરી દેશે. આ ઈલાજ કર્યાની સાથે જ તમને માથાના દુખાવામાં રાહત અનુભવાશે.

હવે પછી જ્યારે પણ તમને માથાનો દુખાવો થાય ત્યારે સમય બગાડ્યા વિના તુરંત જ આ ઉપાય કરી લેવાનો છે. આ ઉપાય કરી લેવાથી માથાનો દુખાવા દુર થઈ જશે. તમને લાગશે કે જાણે માથાનો દુખાવો ક્યારેય હતો જ નહીં.

જ્યારે પણ માથાનો દુખાવો થયા ત્યારે તજના પાવડરમાં થોડું પાણી ઉમેરી અને તેનો લેપ માથા પર કરી દેવો. ત્યારબાદ 5 મિનિટ માલિશ કરવી. તેનાથી માથું દુખતું બંધ થાય છે.

માથાના દુખાવાના કારણે જો તમને ઊંઘ આવતી ન હોય અને આરામ કરી શકતા ન હોય તો જાયફળનો પાવડર કરી અને તેને પાણીમાં ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને માથા પર લગાવી માથા પર માલિશ કરવાથી માથું ઉતરે છે અને 5 જ મિનિટમાં ઊંઘ આવી જાય છે.

વારંવાર થતો માથાનો દુખાવો દુર કરવા માટે આમળાના પાવડરમાં સાકર અને ઘી ઉમેરી આ મિશ્રણ રોજ સવારે ખાલી પેટ ચાટી જવું. તેનાથી માથાનો દુખાવો મટી જાય છે.

અસહ્ય માથાનો દુખાવો હોય અને પીડાથી તુરંત શાંતિ મેળવવી હોય ત્યારે ડુંગળી કાપી તેની સુગંધ લેવાથી આરામ મળે છે. આ સિવાય ગરમીના કારણે માથાનો દુખાવો હોય તે ડુંગળીને કાપી અને પગના તળીયામાં તેને ઘસો. તેનાથી દુખાવો મટે છે

આધાશીશી સમસ્યાના કારણે વારંવાર માથું દુખતું હોય તો ગાયના ઘીના થોડા ટીપા માથા પર લગાવી માલિશ કરવી અથવા નાકમાં ઘીના ટીપા નાખવા.

લવિંગનો પાવડર કરી તેમાં પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને માથા પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે.

આમળા અને લીમડાની છાલને પાણીમાં ઉકાળી અને તેનું સેવન કરવાથી પણ માથાના દુખાવાથી મુક્તિ મળે છે.

Leave a Comment