મિત્રો સ્ટ્રેસ, અનિંદ્રા, થાક અને ત્વચાને પુરતું પોષણ ન મળે તો આંખ નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે. આ ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. આ સમસ્યા સ્ત્રીઓ અને પુરુષો બંને માટે ચિંતાજનક હોય છે.
આ સમસ્યા લાંબા સમય સુધી કોમ્પ્યુર કે મોબાઈલનો ઉપયોગ કરવાથી પણ થાય છે. કારણ કોઈપણ હોય પરંતુ જ્યારે આંખ નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે ત્યારે ચહેરો થાકેલો, નિસ્તેજ અને અકાળે વૃદ્ધ લાગે છે.
ઘણી મહિલાઓ ડાર્ક સર્કલને દુર કરવા માટ દવાઓ અને ક્રીમનો પણ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તે વસ્તુઓ એટલી અસર કરતી નથી. આજે તમને એવા ઘરગથ્થુ ઈલાજ વિશે જણાવીએ જેને કરવાથી આંખના ડાર્ક સર્કલની સમસ્યા દુર થઈ જાય છે.
જ્યારે શરીરને જરૂરી પોષકતત્વો, વિટામીન્સ, મિનરલ્સ મળતા નથી ત્યારે તેની અસર ચહેરા પર થાય છે. ત્યારે આંખ નીચે સૌથી પહેલા કાળા કુંડાળા દેખાવા લાગે છે. આ કુંડાળાને દુર કરવા હોય તો તમે આ ઉપાયો અજમાવી શકો છો.
1. ટામેટાના રસમાં લીંબુનો રસ ઉમેરી અને આંખની નીચે લગાવવાથી ડાર્ક સર્કલ દુર થાય છે. આ ઉપાય થોડા દિવસ નિયમિત કરશો એટલે ડાર્ક સર્કલની સમસ્યાથી મુક્તિ મળી જાય છે.
કારણ કે, ટામેટામાં એન્ટી એજીંગ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે અને લીંબુમાં વિટામીન સી ભરપુર હોય છે. આ બંને વસ્તુનું મિશ્રણ ત્વચાના સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
2. બટેટામાં રહેલું સ્ટાર્ચ પણ ડાર્ક સર્કલ ઝડપથી દુર કરે છે. આ સ્ટાર્ચ ચહેરા માટે કુદરતી બ્લીચિંગ એજન્ટ જેવું કામ કરે છે. તેના કારણે ચહેરાના ડાઘ પણ દુર થાય છે અને ડાર્ક સર્કલ પણ દુર થાય છે.
તેનો ઉપયોગ કરવાથી વૃદ્ધત્વની અસર પણ ધીમી પડે છે. તેના કારણે ત્વચા પર કરચલીઓ પડતી નથી. તેના માટે બટેટાને છીણી લેવું અને તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી તેને આંખની નીચેના ભાગમાં લગાવો. 10 મિનિટ બાદ ચહેરો સાફ કરી લો. તેનાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.
3. નાળિયેરનું તેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે અને તે બળતરા વિરોધી છે. તેનાથી ત્વચા ના ડાઘ અને આંખ નીચેના ડાર્ક સર્કલ દુર થાય છે. તેનાથી ત્વચાને મૌઈશ્ચર પણ મળે છે. તેના માટે રાત્રે આંખની નીચેના ભાગમાં નાળિયેરનું તેલ લગાવી હળવા હાથે માલિશ કરો. તેનાથી ડાર્ક સર્કલથી મુક્તિ મળે છે.
4. કાચું દૂધ અને બદામ પણ ડાર્ક સર્કલને દુર કરે છે. તેના માટે આંખ નીચે કાચું દૂધ રુ વડે લગાવી શકાય છે અથવા તો તમે બદામનું તેલ પણ લગાવી શકો છો.