દોસ્તો સામાન્ય રીતે મુલતાની માટીનો ઉપયોગ ચહેરા અને વાળ પર લગાવવા માટે થાય છે. વાળ પર મુલતાની માટી લગાવવાથી વાળ મજબૂત અને ઘટ્ટ બને છે, જ્યારે મુલતાની માટીનો ફેસ પેક ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. કારણ કે મુલતાની માટીમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીઑકિસડન્ટ ગુણો છે.
આ સાથે જ તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકા, ડોલોમાઈટ, કેલ્સાઈટ, ક્વાર્ટઝ જેવા તત્વો પણ મળી આવે છે. જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
તમે મુલતાની માટીનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના ફેસ પેક બનાવી શકો છો. જે લગાવવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તો ચાલો આપણે જાણીએ કે મુલતાની માટીના ફાયદા કયા કયા છે.
સામાન્ય રીતે મૃત કોષોને કારણે ચહેરો એકદમ નિસ્તેજ દેખાવા લાગે છે, પરંતુ જો તમે મુલતાની માટીનો ફેસ પેક ચહેરા પર લગાવો તો તેનાથી ત્વચાના મૃત કોષો દૂર થઈ જાય છે. તેના માટે મુલતાની માટીને ગુલાબજળમાં મિક્સ કરીને ચહેરા પર 10-15 મિનિટ સુધી લગાવવું જોઈએ.
આજકાલ મોટાભાગના લોકો પિમ્પલ્સના કારણે પરેશાન રહે છે, ચહેરા પર પિમ્પલ્સ દેખાવાથી ચહેરાની સુંદરતા ગાયબ થઈ જાય છે પરંતુ જો તમે મુલતાની માટી અને ચંદનનો ફેસ પેક લગાવો છો તો પિમ્પલ્સની ફરિયાદથી છુટકારો મળી શકે છે.
આ માટે એક ચમચી મુલતાની માટીમાં એક ચમચી ચંદન પાવડર મિક્સ કરીને ચહેરા પર 10-15 મિનિટ સુધી લગાવો. ત્યાર પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.
તૈલીય ત્વચા ધરાવતા લોકો માટે મુલતાની માટી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે મુલતાની માટી લગાવવાથી ત્વચા પર હાજર વધારાનું તેલ દૂર થઈ જાય છે. તેના માટે મુલતાની માટીને ગુલાબજળમાં ભેળવીને પીવી જોઈએ.
મુલતાની માટીમાં ચંદન પાવડર અને હળદર મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. આ માટે મુલતાની માટી અને ચંદન પાવડર એક-એક ચમચી લેવો જોઈએ, ત્યારબાદ એક ચપટી હળદર ઉમેરીને ચહેરા પર લગાવવી જોઈએ. હવે લગાવ્યાની 10 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો જોઈએ.
મુલતાની માટીમાં મેથીના દાણા અને લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવવાથી બે મોઢાના વાળની સમસ્યા દૂર થાય છે. મુલતાની માટીમાં દહીં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળની શુષ્કતા દૂર થાય છે.
મુલતાની માટી વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાળમાં મુલતાની માટી લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે.
મુલતાની માટીમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ટેનિંગની સમસ્યા દૂર થાય છે. જોકે શિયાળાની ઋતુમાં મુલતાની માટીનો ઉપયોગ કરવાથી ત્વચા ખૂબ જ શુષ્ક બની જાય છે. કારણ કે તેની તાસીર ઠંડો હોય છે. તેથી જે લોકોની ત્વચા શુષ્ક હોય તેમણે મુલતાની માટીનો વધુ માત્રામાં ઉપયોગ ન કરવો જોઈએ.