કુમેરકસ એવી ઔષધી છે જેનો ઉપયોગ કરવાથી તમને શરીરમાં તુરંત લાભ જોવા મળે છે. તેના ઉપયોગથી શરીરના દુખાવા, ઘુંટણનો દુખાવો, કોણીનો દુખાવો અને શરીરના કોઈપણ પ્રકારના દુખાવા દુર થાય છે.
આ ઔષધિનો સૌથી મોટો લાભ એ છે કે તેનાથી લોહી ઘટ્ટ થતું અટકે છે. તેનો ઉપયોગ કરવાની રીત અને લાભ વિશે આજે તમને વિસ્તારપૂર્વક જણાવીએ. કુમેરકસનો ઉપયોગ દૂધ સાથે કરવાનો હોય છે.
તેમાં 1 ગ્લાસ દૂધ, 1 ચમચી ઘી અને અડધી ચમચી કુમેરકસની જરૂર પડે છે. તેના માટે સૌથી પહેલા એક વાસણમાં ઘી ગરમ કરવું. તેમાં કુમેરકસ ઉમેરી અને શેકી લેવું. તે શેકાય જાય ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી દેવી. તમે તેમાં સાકર પણ ઉમેરી શકો છો.
દૂધને બરાબર ઉકાળવું જેથી તે બરાબર પાકી જાય. દૂધ અડધું થઈ જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી અને તે હુંફાળુ ગરમ હોય ત્યારે તેનું સેવન કરવું. આ દૂધ પીવાથી શરીરમાંથી ઘણા રોગ દૂર થાય છે.
આ દૂધ પીવાથી શરીરની શક્તિમાં વધારો થાય છે. તેનાથી શરીરની નબળાઈ દુર થાય છે. આ વનસ્પતિવાળું દૂધ રોજ પીવાથી શરીરને અગણિત લાભ થાય છે. આ દૂધ રોજ રાત્રે જમ્યા પછી પીવાનું છે. આ દૂધ તમે સવારે પણ પી શકો છો. પણ રાત્રે પીવાથી લાભ વધારે થાય છે.
આ દૂધનું નિયમિત સેવન કરવાથી હાર્ટને લગતા રોગ દુર થાય છે. તેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. જેના કારણે શરીરમાં રક્ત જામતું અટકે છે.
શરીરમાં રક્ત પરિભ્રમણ પણ આ દૂધના સેવનથી સુધરે છે. તેના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે. હાર્ટ પેશન્ટ હોય તેમણે આ દૂધ નિયમિત પીવું જોઈએ. આ દૂધ સવારે અને સાંજે એમ બંને ટાઈમ પીવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે.
રાત્રે તેનું સેવન કરવાથી અનિંદ્રા દુર થાય છે અને ઊંઘ સારી આવે છે. આ દૂધ ડાયાબીટીસના દર્દી માટે પણ લાભકારી છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં આવે છે. જો કે ડાયાબીટીસના દર્દીઓએ આ દૂધમાં સાકરનો ઉપયોગ કરવો નહીં.
આ દૂધ પીવાથી કમરના દુખાવા પણ કાયમી દુર થાય છે. તેનાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ દુર થાય છે. આ દૂધ સાંધાના દુખાવાની સમસ્યાને પણ દુર કરે છે. તેથી આજથી જ તમે પણ શરુ કરી દો આ દૂધનું સેવન.