જ્યારે પેટ બરાબર સાફ થતું નથી ત્યારે કબજિયાત થઈ જાય છે. રોજ પેટ બરાબર સાફ થાય તે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જ્યારે શરીરમાં તરલ પદાર્થની ઊણપ સર્જાય છે ત્યારે કબજિયાત થઈ જાય છે.
કબજિયાતની સમસ્યા કાયમી રહે તો તેનો ઈલાજ કરવો જરૂરી થઈ જાય છે. આ બીમારીની સારવાર ન કરવામાં આવે તો તે ભયંકર સ્વરુપ ધારણ કરી શકે છે. તેથી જરૂરી છે કે તમે કબજિયાત જણાય તો તેનો ઈલાજ તુરંત કરો.
આમ પણ જે વ્યક્તિને કબજિયા રહેતી હોય તેને શરીરમાં સતત સુસ્તી રહે છે અને સ્ફુર્તી રહેતી નથી. ઊંઘ અને આરામ થયા પછી પણ જ્યારે શરીરમાં તાજગીનો અભાવ રહે તો તેનું કારણ શરીરમાં જમા થયેલો મળ હોય છે.
કબજિયાતને દુર કરવા માટે આજે તમને આયુર્વેદિક ઈલાજ જણાવીએ. આ ઈલાજ આયુર્વેદિક છે છતાં તુરંત અસર કરે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે આયુર્વેદિક ઈલાજ અસર કરવામાં સમય લગાવે છે. પરંતુ આ એક માન્યતા છે. આ આયુર્વેદિક ઈલાજ એવો છે જે કબજિયાતની સમસ્યાને તુરંત દુર કરે છે.
જે દર્દીને કબજિયાત હોય તેણે નિયમિત રીતે વધારે પ્રમાણમાં પાણી અને પ્રવાહી દ્રવ્ય લેવા જોઈએ. આ સિવાય ભોજનમાં પણ સાદું ભોજન વધારે લેવું. કબજિયાતમાં ઉપમા, ખિચડી વગેરે લેવા જોઈએ.
આ સ્થિતિમાં ઘી અને ખાંડને મિક્સ કરીને ખાવાથી પણ સારું રહે છે. કબજિયાત હોય તેણે પપૈયું, દ્રાક્ષ, શેરડી, જામફળ, ટામેટા, બીટ, અંજીર, પાલક વધારે લેવા જોઈએ.
આ સિવાય રાત્રે કિશમિશને પાણીમાં પલાળી સવારે તેનું સેવન કરવું. તેનાથી કબજિયાત મટે છે. કબજિયાત થવાનું મુખ્ય કારણ એ પણ હોય છે કે શરીરમાં પ્રવાહીની ઊણપ હોય ત્યારે મળ આંતરડામાંથી નીકળતો નથી અને ત્યાં જ ચોંટી જાય છે.
કબજિયાતને મટાડવા માટે ઈસબગુલનો ઉપયોગ કરી શકાય છે તેના માટે ઈસબગુલને રાત્રે પાણીમાં કે દૂધમાં થોડીવાર પલાળવું. જ્યારે તે ફુલી જાય ત્યારે તેનું સેવન કરી જવું. રાત્રે ઈસબગુલ ખાવાથી સવારે પેટ સાફ આવી જાય છે. આ સિવાય દિવસ દરમિયાન ચિકાશવાળો ખોરાક લેવો જોઈએ.
જો કબજિયાતની સમસ્યા વર્ષોથી હોય તો રાત્રે ગરમ દૂધમાં સાકર અને દિવેલ ઉમેરીને પી જવું. સવારે પેટ સાફ આવી જશે અને આંતરડામાં જામેલો મળ પણ બહાર નીકળી જશે. આ ઉપાય કરવાની સાથે જ અસર દેખાડે છે અને શરીરમાં સ્ફુર્તિ અને ઊર્જા વધે છે. પેટ સાફ આવી જાય પછી પણ દિવસ દરમિયાન 8થી 10 ગ્લાસ પાણી પીવાની આદત રાખવી.