દોસ્તો સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે દિવસ દરમિયાન આપણે સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓનું સેવન કરીએ. આ સાથે જ જરૂરી છે કે દિવસની શરુઆત તમે સારી રીતે કરો. જો તમે દિવસની શરુઆત યોગ્ય રીતે કરશો તો શરીરની ઘણી સમસ્યા દવા વિના દુર થઈ જાય છે.
ઘણા લોકો દિવસની શરુઆત લીંબુ પાણી, આમળાનો રસ, એલોવેરાના જ્યૂસથી કરતાં હોય છે. પરંતુ આજે તમને જણાવીએ કે સવારે ખાલી પેટ ખાલી 2 એલચીના દાણા ખાઈ લેવાથી શરીરને કેટલા લાભ થાય છે.
એલચીનો ઉપયોગ સામાન્ય રીતે મીઠાઈમાં અને ચામાં થાય છે. આ એલચીને ફોલી તેની અંદરના દાણા જો સવારે તમે ખાઈ લો છો તો તમને તેનાથી ગજબના ફાયદા જોવા મળશે. તો ચાલો જણાવીએ તમને કે એલચી સવારે ખાલી પેટ ખાવાથી શરીરને કયા કયા લાભ થાય છે.
લીલી એલચી નિયાસિન, આયર્ન, મેગેનિઝ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા તત્વોથી ભરપુર હોય છે. તેનો સ્વાદ ભોજનના સ્વાદમાં વધારો કરે છે. તેનું સેવન સવારે કરવામાં આવે તો શરીરનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. તો ચાલો તમને જણાવીએ એલચી ખાવાથી કેટલા લાભ થાય છે.
1. અપચાની તકલીફને દુર કરવા માટે સવારે ખાલી પેટ એલચીના દાણા ખાઈ લેવા જોઈએ. તેનાથી પેટનો રોગ જેમકે અપચો દુર થાય છે. તેમાં ફાયબર હોય છે જે કબજિયાતથી પણ રાહત અપાવે છે. તેનાથી પાચનતંત્ર પણ સુધરે છે.
2. ભૂખ વધારવા માટે પણ એલચી ઉપયોગી છે. તેના માટે સવારે દિવસની શરુઆત એલચી ખાઈને કરો. જેમને ભૂખ લાગતી નથી તે એલચીનું સેવન કરે તો પાચનતંત્ર સુધરે છે. નિયમિત રીતે સવારે એલચી ખાશો તો શારીરિક નબળાઈ પણ દુર થાય છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.
3. એલચીમાં પહેલા તત્વ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. ખાલી પેટ એલચી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે. જો તમે ઈચ્છો તો તેને ગરમ પાણી સાથે લઈ શકો છો. તેનાથી વધારે લાભ થાય છે.
4. વાળ માટે પણ એલચી લાભકારી છે. સવારે ખાલી પેટ એલચી ખાવાથી વાળ મજબૂત, ઘાટા અને કાળા બને છે. તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે.
5. જ્યારે પેટની ગરમી વધી જાય છે અથવા તો ખાધેલો ખોરાક પચતો નથી ત્યારે મોંઢામાં વારંવાર ચાંદા પડે છે. આ સમસ્યાને દુર કરવા માટે એલચીનું સેવન કરવું જોઈએ. રોજ સવારે એલચીના દાણા ખાઈ લેશો તો પેટની ગરમી દુર થશે અને મોઢાના ચાંદાથી કાયમી મુક્તિ મળશે.