દૂધ સંપૂર્ણ આહાર છે. રોજ 2 ગ્લાસ દૂધ તો પીવું જ જોઈએ. તેનાથી શરીરને જરૂરી બધા જ પોષકતત્વો મળે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે જેને દૂધમાં ઉમેરીને પી લેવાથી દૂધથી થતા લાભ બમણા થઈ જાય છે. ? આવી જ એક વસ્તુ છે મિસરી. મિસરી ઉમેરીને દૂધ પીવાથી સ્વાસ્થ્ય ઘણા ફાયદા થાય છે.
રાત્રે દૂધ પીતી વખતે તમે તેમાં મિસરી ઉમેરો છો તો સૌથી પહેલા તો સારી અને ગાઢ ઊંઘ તમને આવશે. આ સિવાય પેટ સંબંધિત સમસ્યાઓ દુર થવા લાગશે. દૂધ અને મિસરીને સાથે પીવાથી શરીરને અન્ય લાભ પણ થાય છે.
જેમકે મિસરીને હુંફાળા દૂધ સાથે પીવાથી આંખ સંબંધિત સમસ્યા દુર થાય છે. મિસરીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, મિનરલ્સ હોય છે જેને દૂધ સાથે લેવાથી તેનાથી થતા લાભ બમણા થઈ જાય છે. આ સિવાય હુંફાળુ મિસરીવાળું દૂધ પીવાથી શરીરની આ સમસ્યાઓ પણ દુર થાય છે.
1. જો તમને અપચો રહેતો હોય તો હુંફાળુ ગરમ દૂધ મિસરી ઉમેરીને પી જવું. તેનાથી અપચાની સમસ્યા દૂર થાય છે. તેનાથી પેટ શાંત થાય છે. કારણ કે મિસરીવાળું દૂધ પાચનતંત્રને સુધારે છે અને એસીડીટી, કબજિયાત, અપચો જેવી તકલીફો દુર કરે છે.
2. હુંફાળુ ગરમ દૂધ મિસરી ઉમેરીને પીવાથી મગજને લાભ થાય છે. રોજ તેનું સેવન કરવાથી મગજની શક્તિ વધે છે. બાળકોને નિયમિત તે પીવડાવશો તો તેમની યાદશક્તિ વધી જશે. તેનાથી થાક પણ દુર થાય છે અને માનસિક શાંતિ મળે છે.
3. ઊંઘ પુરી થતી ન હોય કે વારંવાર ઊંઘમાં ખલેલ થતી હોય તો આ દૂધ પીવાની શરુઆત કરી જ દો. તેનાથી ગાઢ અને સારી ઊંઘ આવશે. તેનાથી મૂડ સ્વિંગ અને સ્ટ્રેસથી પણ મુક્તિ મળશે.
4. મોબાઈલ, ટીવી, લેપટોપના ઉપયોગના કારણે આંખ પ્રભાવિત થાય છે. તેવામાં આંખનું સ્વાસ્થ્ય સુધારવા માટે આ દૂધ પીવાનું રાખો. તેનાથી આંખનું સ્વાસ્થ્ય સારું રહે છે.
5. જે લોકોને વારંવાર શરદી થઈ જતી હોય છે તેમને મિસરી લેવાની સલાહ આપવામાં આવે છે. તેનું સેવન કરવાથી ઈમ્યુનીટી વધે છે. આ દૂધ પીવાથી શરદી પણ દૂર થાય છે.
6. રાત્રે હુંફાળુ ગરમ દૂધ પીવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. તેનાથી એનિમિયાની તકલીફથી પણ મુક્તિ મળે છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં રક્તની માત્રા વધે છે.