આ વસ્તુના ઉપયોગથી તમારા વાળ ડામર કરતા પણ કાળા ભમ્મર થઈ જશે

વાળને લગતી અલગ-અલગ સમસ્યાથી દરેક વ્યક્તિ પીડિત છે. ખરતા વાળ, વાળમાં ખોડો, નાની ઉંમરમાં વાળ સફેદ થવા, વાળ રૂક્ષ થઈ જવા આ બધી જ વાળની એવી સમસ્યા છે જે વાળની સુંદરતા છીનવી લે છે.. ચિંતાની વાત એ છે કે આ બધી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે..

વાળ સુંદર, મજબૂત અને આકર્ષક રહે તેવી ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. તેથી જ વાળની સમસ્યાઓને દૂર કરવા માટે લોકો અલગ-અલગ ઉપાય અને હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગે છે.

પરંતુ આ બધા પ્રોડક્ટ્સમાં પણ કેમિકલનો ઉપયોગ થયો હોય છે તેથી ઘણી વખત તેની આડઅસર પણ થઈ શકે છે. આજે તમને વાળની દરેક સમસ્યાને જડમૂળથી દૂર કરી દે તેવો દેશી ઈલાજ જણાવીએ.

આ ઉપાયની ખાસ વાત એ છે કે તેને તમે ઘરમાં જ તૈયાર કરી શકો છો અને તે પહેલી વખતથી જ તમારા વાળ પર અસર દેખાડવા લાગશે. તેની કોઈ આડઅસર પણ થતી નથી. વાળની દરેક સમસ્યાઓને દૂર કરવા માટે તમારે ઘરે એક હેર સિરમ બનાવવાનું છે.. આ હેર સિરમ મેથીના દાણાનો ઉપયોગ કરવાનો છે.

તો ચાલો તમને જણાવીએ કે વાળની દરેક સમસ્યાઓને દૂર કરતું મેથીનું હેર સિરમ કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી

મેથીના દાણા
કેસ્ટર ઓઇલ
બદામનું તેલ
સ્પ્રે બોટલ

આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે હેર સિરમ બનાવી શકો છો અને તેમને એક અઠવાડિયા સુધી ઉપયોગમાં લઇ શકાય છે. ત્યારબાદ નવું સિરમ બનાવી લેવું.

હેર સિરમ બનાવવાની રીત

સૌથી પહેલા મેથીના દાણાને વાટી અને પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટને ગરણી વડે ગાડવી અને તેમાંથી નીકળતા પાણીને એક બાઉલમાં લઈ લેવું. હવે આ પાણીમાં કેસ્ટર ઓઈલ ઉમેરો અને બદામ તેલ મિક્સ કરો. બધી જ વસ્તુને સ્પ્રે બોટલમાં ભરીને બરાબર હલાવી લો. તૈયાર છે તમારું હેર સિરમ.

હવે જ્યારે પણ તમે વાળને શેમ્પૂ કરો ત્યારે આ હેર સિરમ ને વાળ ઉપર સ્પ્રે કરી દો. ત્યાર પછી આંગળી વડે અથવા તો કાસકા વડે સિરમને વાળમાં ફેલાવી દો.

આ સિરમ લગાડવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે ખંજવાળ અને ખરતા વાળની સમસ્યા પણ દૂર થાય છે. સાથે જ વાળ મજબૂત બને છે અને ચમકદાર રહે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ કુદરતી રીતે કાળા થાય છે.

Leave a Comment