ખાંડની જગ્યાએ આ વસ્તુ વાપરવાની શરૂ કરી દો, આખી જિંદગી ડાયાબિટીસ નહિ થાય

તમારા ઘરમાં પણ ખાંડ અને સાકર બંને વસ્તુ હાજર હશે જ. આ વસ્તુઓ તમે પણ ખાધી હશે, સ્વાદમાં તો બંને મીઠા જ હોય છે પરંતુ સાકર અને ખાંડની વાત હોય તો લોકો વધારે સાકરને સ્વાસ્થ્ય માટે સારી સમજે છે.

પરંતુ ખરેખર આ બંને વસ્તુઓમાં શું ફરક છે અને કઈ વસ્તુ સ્વાસ્થ્ય માટે શા માટે સારી છે તે વાતથી મોટાભાગના લોકો અજાણ હોય છે. તો ચાલો આજે તમને આ અંગે જાણકારી આપીએ જેથી તમે તમારા સ્વાસ્થ્ય માટે જે ઉત્તમ વિકલ્પ હોય તેને પસંદ કરી શકો.

ખાંડ – ખાંડ રીફાઈન કરેલી વસ્તુ છે. શેરડીમાંથી ખાંડ બને છે. મિલમાં અલગ અલગ રસાયણોનો ઉપયોગ કરી અને ખાંડ બનાવવામાં આવે છે. આ કારણ છે જે ખાંડ શુદ્ધ હોતી નથી. તેથી તે શરીરને નુકસાન પણ કરે છે તેથી શક્ય હોય તેટલી ઓછી ખાંડ ખાવી જોઈએ.

સાકર – શુગર સિપરને પાણીમાં ઓગાળી તેને ક્રિસ્ટલ તરીકે જમાવવામાં આવે છે. આ મિશ્રણને ઠંડુ કરવાથી સાકર બને છે. ખાંડમાં અને સાકરમાં ફરક એટલો હોય છે કે સાકર બનાવતી વખતે તેમાં રહેલા હાનિકારક રસાયણ પાણી સાથે બહાર નીકળી જાય છે. જો કે તેના કારણે તે ખાંડ કરતા ઓછી મીઠી હોય છે. આ કારણે સાકર ખાંડની સરખામણીએ લાભકારી છે.

ખાંડ અને સાકરમાં શું છે મુખ્ય તફાવત

1. સાકર એ ખાંડનું રિફાઈન્ડ રુપ છે. તે ખાંડની સરખામણીમાં વધારે લાભકારી છે. જ્યારે ખાંડને તૈયાર કરવામાં ઘણા રસાયણોનો ઉપયોગ થાય છે. જ્યારે સાકર શેરડીમાંથી બનતું પ્રાકૃતિક ઉત્પાદન છે.

2. ખાંડ શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધારે છે જ્યારે સાકર શરીરમાં વિટામીન્સ અને ગ્લુકોઝનું સ્તર કંટ્રોલમાં કરે છે. ઉધરસ હોય ત્યારે સાકર દવા તરીકે ખાઈ શકાય છે.

3. ખાંડનું સેવન કરવાથી વજન વધે છે પરંતુ સાકરનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. સ્તનપાન કરાવતી મહિલાઓને સાકર લેવાની સલાહ આપવામાં આવે છે તેનાથી તેમનું અને બાળકનું સ્વાસ્થ્ય સારું રહ છે.

સાકર કયા કયા રોગ કરે છે દુર ?

સાકરને આમળાના ચૂર્ણમાં મિક્સ કરીને લેવાથી માથાનો દુખાવો મટે છે. તેનાથી ઈમ્યુનિટી પણ વધે છે. સાકર અને એલચીને લેવાથી મોઢામાં પડેલા ચાંદાથી મુક્તિ મળે છે. સાકરને મોઢામાં રાખવાથી ઉધરસમાં રાહત થાય છે. તેનાથી ઊંઘ પણ સારી આવે છે.

દૂધમાં સાકર, કેસર ઉમેરી પીવાથી શરીરને ઊર્જા મળે છે અને શરીર એક્ટિવ રહે છે. સાકરમાં રહેલા પ્રાકૃતિક તત્વ શરીરને પોષણ પુરુ પાડે છે.

Leave a Comment