વજન ઓછું કરવા માટે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને સવારે ખાલી પેટ અલગ અલગ પ્રકારની વસ્તુઓ ઉમેરી અને પાણી પીવાનું કહેવામાં આવે છે.
સામાન્ય રીતે લોકો સવારે લીંબુ ઉમેરી ગરમ પાણી પીતા હોય છે. આ સિવાય કેટલાક લોકો મેથી-જીરું પલાળેલું પાણી પીતા હોય છે. તો પ્રશ્ન એ થાય કે આ બંનેમાંથી કયું પાણી વજન ઉતારવા માટે અસરકારક છે?
આજે તમને આ બંને પાણી પીવાથી થતા ફાયદા અને નુકસાન બંને વિશે જણાવીએ અને સાથે જ એ પણ જણાવીએ કે કયું પાણી વજન ઝડપથી ઉતારવા માટે અસરકારક છે.
મેથી-જીરુંનું પાણી પીવાથી થતા લાભ અને નુકસાન – મેથી અથવા જીરુંને રાત્રે પાણીમાં પલાળી સવારે આ પાણીને ગાળીને પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ડ્રીંક કેટલાક સેલિબ્રિટી પણ પીવે છે અને તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.
ત્યારથી લોકો પણ તેનું અનુકરણ કરવા લાગ્યા છે. પરંતુ આ પાણી ડાયાબીટીસના દર્દીઓ માટે સારો વિકલ્સ છે. આ બંને વસ્તુનું પાણી હેલ્ધી છે પરંતુ ગરમીના દિવસોમાં તે નુકસાન કરે છે.
ગરમ પાણી અને લીંબુથી થતા લાભ અને નુકસાન – ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી વજન ઉતારવામાં મદદ મળે છે. લીંબુ વિટામીન સીનો સારો સ્ત્રોત છે. આ પીણું પીવાથી શરીર હાઈડ્રેટ પણ રહે છે.
જો કોઈને પાચનની સમસ્યા હોય જેમકે કબજિયાત તો આ પીણું પીવું જોઈએ. નિષ્ણાંતોના મતે આ પીણું ડાયરેટીક છે જેનું સેવન કરવાથી વારંવાર બાથરુમ જવું પડી શકે છે.
કયું પાણી વજન ઉતારવા માટે છે બેસ્ટ ?
આ બંને પ્રકારના પીણાના પોત પોતાના લાભ અને નુકસાન છે. જો કે વજન ઉતારવા માટે કોઈ પીણું પસંદ કરવાનું હોય તો લીંબુ પાણી પસંદ કરવુ. લીંબુ પાણી મેથી-જીરાના પાણી કરતાં લાભકારી છે. આ પીણું તમે નિયમિત કોઈપણ ઋતુમાં પી શકો છો. તેનાથી વધારે આડઅસર થતી નથી.
જ્યારે મેથી અને જીરુંનું પાણી ગરમીના દિવસોમાં પીવાથી સમસ્યાથઈ શકે છે. મેથી અને જીરુંનું પાણી ઠંડી ઋતુમાં જ પી શકાય છે. ઉનાળામાં આ પાણી આડઅસર કરે છે. જો કે લીંબુ દરેક સીઝનમાં શરીર માટે લાભકારી છે.
ખાસ કરીને ગરમીમાં તો લીંબુ બેસ્ટ વિકલ્પ છે. તેનું સેવન કરવાથી કિડની, કબજિયાત જેવી પાચનતંત્રની સમસ્યાથી મુક્તિ મળે છે. જો તેમ છતાં કોઈપણ પીણું શરીરને માફક આવે છે કે કેમ તે જાણીને જ પીવું જોઈએ.