દોસ્તો લીંબુ અને કપૂર બંને વસ્તુઓનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે. આ બંને વસ્તુનો અલગ અલગ ઉપયોગ તો તમે પણ કર્યો હશે પરંતુ આજે તમને જણાવીએ આ બંને વસ્તુનું મિશ્રણ કરવાથી શરીરને કેટલા લાભ થાય છે.
કપૂર અને લીંબુ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેમાં રહેલું વિટામીન સી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સાથે જ લીંબુ તો વધેલું વજન પણ ઘટાડે છે. લીંબુ સાથે કપૂર લેવાથી શરીરને ઘણા લાભ થાય છે. લીંબુ અને કપૂરનું મિશ્રણ માથાના વાળથી લઈ પગના દુખાવા સુધીની સમસ્યામાં કામ લાગે છે.
લીંબુ અને કપૂર બંને વસ્તુઓ ઔષધીય ગુણ ધરાવે છે. તેનું સાથે સેવન કરવાથી શરીરની ઘણી સમસ્યા દુર થાય છે. જ્યારે લીંબુ અને કપૂરને સાથે લેવામાં આવે છે તો તેની અસર સૌથી વધુ થાય છે. ખાસ કરીને ભીમસેની કપૂર લેવાથી તો શરીરને અઢળક લાભ થાય છે.
દાંતનો દુખાવો – દાંતનો દુખાવો હોય તો લીંબુ અને કપૂરનો ઉપયોગ કરવાથી તુરંત લાભ થાય છે. કપૂર અને લીંબુનું મિશ્રણ તૈયાર કરી અને તેને દુખતા દાંત પર રાખવાથી દુખાવો મટે છે. તમે આ વસ્તુઓન પાણીમાં ઉમેરી તેનાથી કોગળા પણ કરી શકો છો.
પેટનો દુખાવો કરે છે દુર – ખરાબ આહાર શૈલી અને ફાસ્ટ ફૂડ વધારે ખાવાથી પેટનો દુખાવો સૌથી વધુ થાય છે. પેટના દુખાવા સિવાય ગેસ, એસિડીટી, છાતીમાં બળતરા જેવી તકલીફ પણ થાય છે.
તેવા આ સમસ્યાથી રાહત મેળવવા માટે લીંબુ અને કપૂરનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે લીંબુના રસમાં કપૂર, હિંગ, અજમો અને ફુદીનાનો રસ ઉમેરી તેનું સેવન કરો. આ ઘરગથ્થુ ઈલાજથીપેટનો દુખાવો તુરંત દુર થાય છે.
માથાની જૂ દુર કરવા – માથામાં જૂ પડી હોય તે વાળની અન્ય કોઈ સમસ્યા હોય તેના માટે કપૂર અને લીંબૂનું મિશ્રણ જાદુ જેમ અસર કરે છે. તેના માટે સુહાગાને તવા પર શેકી અને તેમાં લીંબુનો રસ અને કપૂર ઉમેરી તેને રાત્રે સુતા પહેલા વાળમાં લગાવો. સવારે વાળ ધોઈ લેવા. તેનાથી માથામાં પડેલી જુ મરી જાય છે. સાથે જ ખંજવાળની સમસ્યા પણ દુર થાય છે.
ખરતાં વાળ અટકાવવા – ખરતા વાળને અટકાવવા માટે લીંબુના રસ અને કપૂરનો ઉપયોગ કરવો. તેના માટે લીંબુના રસમાં કપૂર ઉમેરી તેને વાળમાં લગાવો. આ મિશ્રણને 30 મિનિટ રહેવા દો અને પછી વાળ ધોઈ લેવા. તેનાથી ખરતાં વાળ અટકે છે.
આ સિવાય લીંબુનો રસ અને કપૂરનો ઉપયોગ કરીને તમે પગમાં થયેલી ટેનિંગ દુર કરી શકો છો. તેનાથી પગની એડીની ડેડ સ્કીન પણ દુર થાય છે અને પગની ત્વચામાં ઈન્ફેકશન થતું નથી.