દોસ્તો ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંનું સેવન કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. આ સાથે જ અન્ય ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. કારણ કે દહીં પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ શું તમે ક્યારેય દહીંમાં શેકેલા જીરાનું સેવન કર્યું છે?
જો ના, તો આજથી જ ખાવાનું શરૂ કરી દો. કારણ કે શેકેલા જીરાને દહીંમાં મિક્ષ કરીને ખાવાથી સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થાય છે કારણ કે જીરું ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. તેથી દહીંમાં જીરું મિક્સ કરીને ખાવાથી દહીંના ગુણો અનેકગણો વધી જાય છે.
વળી તેમાં વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન સી, કેલ્શિયમ, પ્રોટીન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ, ફોલેટ, વિટામિન બી-2, વિટામિન બી-12 જેવાં વિટામિન્સ દહીંમાં જોવા મળે છે, જ્યારે જીરામાં આયર્ન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, તત્ત્વો હોય છે.
જેમ કે મેંગેનીઝ, ઝિંક, મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન ઈ, એ, સી અને બી-કોમ્પ્લેક્સ હોય છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આપણે જાણીએ શેકેલું જીરું દહીંમાં મિક્ષ કરીને ખાવાથી શું ફાયદા થાય છે.
દહીં અને જીરું બંને વિટામિન્સથી ભરપૂર હોય છે, તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના દ્વારા તમે ઘણી બીમારીઓના શિકાર થવાથી બચી શકો છો.
દહીં અને જીરુંનું મિશ્રણ પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે દહીંમાં શેકેલા જીરાનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ બને છે. તેની સાથે જ પેટને લગતી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે.
જેઓ પાતળાપણાથી પરેશાન છે અને તેમને ભૂખ નથી લાગતી તો તેમના માટે દહીં અને શેકેલા જીરાનું મિશ્રણ રામબાણ ગણાય છે. કારણ કે દહીં અને જીરામાં એવા ઘણા તત્વો હોય છે, જે ભૂખ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
દહીં અને જીરું બંનેમાં સારી માત્રામાં વિટામિન A હોય છે, તેથી તેનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીં અને શેકેલું જીરું ખાવાથી આંખની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
જે લોકો વધતી સ્થૂળતાથી પરેશાન છે, તેમણે એક ચમચી શેકેલું જીરું દહીંમાં મિક્ષ કરીને સેવન કરવું જોઈએ. કારણ કે તેનું સેવન સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.
દહીં અને જીરાનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે દહીં અને જીરું વિટામિન્સથી ભરપૂર હોય છે. આ ઉપરાંત જીરામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે. તેથી તેનું સેવન કરવાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે.