ટામેટાનો ઉપયોગ રોજની રસોઈમાં તો થતો જ હોય છે. પરંતુ ટામેટાનો ઉપયોગ જો તમે રોજ ત્વચા પર કરશો તો તેનાથી ત્વચા પર અલગ જ ગ્લો જોવા મળશે. ટામેટાનો રસ લગાવીને તમે તમારી ત્વચાને ચમકાવી શકો છો. ટામેટાનો રસ લગાવવાથી ત્વચાને કેટલા લાભ થાય છે ચાલો તે પણ તમને જણાવીએ.
ટામેટાના રસનો ઉપયોગ ત્વચા પર કરવાથી ત્વચા એકદમ તરોતાજા થઈ જાય છે અને ચહેરા પરથી ડાઘ, કરચલીઓ દુર થવા લાગે છે.
નિયમિત રીતે ટામેટાનો રસ તમે ચહેરા પર લગાવો છો તો ચહેરા પરની મૃત કોશિકા દુર થાય છે. તેનાથી ત્વચા એકદમ સાફ દેખાય છે. તેનાથી ચહેરા પર ઈન્સ્ટંટ ગ્લો આવે છે. તેનાથી ત્વચાના ડાઘ અને ધબ્બા દુર થાય છે.
ટામેટાનો રસ ચહેરા પર લગાવવાથી સૂર્યના તડકાથી ચહેરાને જે ડેમેજ થાય છે તેનાથી રક્ષણ મળે છે. ટામેટામાં વિટામિન સી, એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને આ હાનિકારક કિરણોથી બચાવે છે.
ટામેટાનો રસ ચહેરા પર લગાવવાથી ત્વચાના રોમછિદ્રો નાના થાય છે. તેના કારણે ત્વચા પર ગંદકી જમા થતી નથી અને ત્વચાનો રંગ સાફ દેખાય છે.
ટામેટાના રસમાં વિટામીન સી અને વિટામીન એ ભરપુર હોય છે જેના ઉપયોગથી ચહેરા પર દેખાતી વધતી ઉંમરની અસર દુર કરી શકાય છે. ટામેટાનો રસ લગાવવાથી કરચલીઓ પડતી અટકે છે તે ત્વચા માટે એન્ટી એજીંગ ક્રીમ જેવું કામ કરે છે.
ટામેટાનો રસ અને એલોવેરા – ટામેટા અને એલોવેરાના મિશ્રણને ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચાને લાભ થાય છે. તેના માટે એક વાટકી ટામેટાનું જ્યૂસ લેવું તેમાં એલોવેરા જેલ ઉમેરવું અને તેને સારી રીતે મિક્સ કરો. આ બંને વસ્તુઓનું મિશ્રણ ચહેરા પર 10 મિનિટ માટે લગાવવું તેનાથી ત્વચાને લાભ થાય છે.
ચણાનો લોટ અને ટામેટાનો રસ – ટામેટાનો રસ અને ચણાના લોટને મિક્સ કરી ફેસપેક તૈયાર કરો. તેને ચહેરા અને ગરદન પર 10 મિનિટ માટે લગાવો. ત્યારબાદ ચહેરો બરાબર સાફ કરો. આ ઉપાયથી ચહેરાની ત્વચા પરથી વધારાનું તેલ દુર થાય છે અને ત્વચા ચમકદાર બને છે.
ટામટાનો રસ અને મધ – ટામેટાનો રસ અને મધ ચહેરા પર લગાવા માટે બંને વસ્તુને સમાન માત્રામાં લઈ અને ચહેરા તેમજ ગરદન પર લગાવો. 20 મિનિટ પછી ચહેરાના સાદા પાણીથી સાફ કરીલો. તેનાથી ત્વચા પર દેખાતા ડાઘ દુર થાય છે અને ત્વચા પર ચમક આવે છે.