સુંદર અને બેદાગ ત્વચા હવે માત્ર કલ્પના નહીં રહે. આ ઈચ્છા પુરી પણ થઈ શકે છે અને તે પણ ઘરમાં રહેલી બે વસ્તુઓના ઉપયોગથી. આજે તમને જણાવીએ ત્વચાને બેદાગ અને સુંદર બનાવતા ખાસ ફેસપેક વિશે જે ચહેરાને ચમકાવી દે છે.
આ ફેસપેકમાં હળદર અને લીંબુનો ઉપયોગ થાય છે. આ વસ્તુઓ દરેક ઘરના રસોડામાં હોય જ છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર થાય છે. તેનાથી ત્વચા પર નિખાર તો આવે જ છે પરંતુ તેની સાથે ત્વચા પરના ડાઘ અને ધબ્બા પણ દુર થાય છે.
હળદરમાં કરક્યુમિન નામનું તત્વ હોય છે. આ સિવાય હળદર એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. જ્યારે લીંબુમાં વિટામીન સી ભરપુર હોય છે. આ બંનેનું મિશ્રણ ત્વચાની સુંદરતા વધારે છે અને આ વસ્તુઓ એન્ટી એજીંગ ગુણ ધરાવે છે તેથી ત્વચા પર દેખાતી વધતી ઉંમરની અસરને પણ ઓછી કરે છે.
હળદર અને લીંબુનો ફેસપેક વિટામીન સી અને એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપુર હોય છે તેને ચહેરા પર લગાવવાથી ખીલ, ડાઘ દુર થાય છે. તેનાથી ત્વચા સુંદર અને બેદાગ બને છે. તેનો ઉપયોગ નિયમિત કરવાથી ત્વચા સંબંધિત વિકાર પણ દુર થાય છે.
હળદર અને લીંબુનો ફેસપેક લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે. તેનાથી તડકાના કારણે પડેલા ડાઘા પણ દુર થાય છે. તમે હળદર પાવડરને બદલે તાજી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો.
હળદર અને લીંબુનું ફેસપેક એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે તેનાથી ત્વચામાં થયેલું ઈન્ફેકશન અને સોજા દુર થાય છે. તેનો ઉપયોગ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને ચહેરો તાજગીભર્યો રહે છે.
હળદર અને લીંબુના ફેસપેકનો ઉપયોગ કરવાથી ઓઈલી સ્કીનથી મુક્તિ મળે છે. ઓઈલી સ્કીનના કારણે ત્વચા પર ખીલ થતા હોય છે જે સમસ્યા હળદર અને લીંબુનો ફેસપેક લગાવવાથી દુર થાય છે. આ બંને વસ્તુઓ ત્વચાને ઓઈલ ફ્રી બનાવે છે.
હળદર અને લીંબુનો ફેસપેક લગાવવાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી. તેનાથી ત્વચા કસાયેલી રહે છે. તેનાથી ત્વચા યુવાન દેખાય છે.
કેવી રીતે બનાવવું હળદર અને લીંબુનું ફેસપેક ?
હળદર અને લીંબુનો ફેસપેક તૈયાર કરવા માટે એક નાના બાઉલમાં થોડી હળદર ઉમેરી તેમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યારબાદ ચહેરો સાફ કરો અને પછી આ પેક લગાવો. આ પેક ચહેરા અને ગળા પર લગાવો અને 10 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. તમે આ ફેસપેકમાં મધ પણ ઉમેરી શકો છો.