જો તમે પણ ચા સાથે ગોટા ખાતા હોય તો 5 મિનિટનો સમય કાઢીને આ વાંચી લેજો

દોસ્તો ઘણા લોકો સવારે ઉઠ્યા પછી પહેલા ચાની ચુસ્કી લે છે અને પછી ફ્રેશ થવા માટે આગળ વધે છે પંરતુ શું તમે પણ એવું જ કરો છો? જો એમ હોય તો તેમાં કોઈ સમસ્યા નથી, બસ આવી સ્થિતિ માં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે ઘણા લોકો ખાલી ચા પીવે છે, જ્યારે કેટલાકને ચા સાથે કંઈક ખાવાનું મન થાય છે.

તમે ખાલી પેટે ચા પીવાના ગેરફાયદાથી વાકેફ હશો પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે ચા સાથે કંઈપણ ખાવું જોઈએ. જાણો ચા સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ વસ્તુઓ કઈ કઈ છે.

કાચી ડુંગળી – જે લોકો ચા પીવાના શોખીન હોય છે તેઓ ચા સાથે ઘણી વાર કંઈક નવું ટ્રાય કરે છે પરંતુ ધ્યાનમાં રાખો કે ચા સાથે કાચી ડુંગળીનું સેવન કરવાનું ક્યારેય ભૂલશો નહીં.

કાચી ડુંગળીમાં રહેલ એસિડ અને તેનો રસ એવા ગુણોથી સંપન્ન હોય છે, જે ચામાં ભેળવવામાં આવે તો તમારા પાચનને અસર કરી શકે છે. આ સિવાય બાફેલા ઈંડા, સલાડ કે ફણગાવેલા અનાજનું ક્યારેય ચા સાથે સેવન ન કરવું જોઈએ.

લીંબુ અને લીંબુનો રસ – જો તમે સવારે સૌથી પહેલા ચાની ચૂસકી લો છો, તો તેની સાથે લીંબુ અથવા એવું કોઈ પીણું લેવાનું ભૂલશો નહીં. લીંબુનો રસ અથવા ચા સાથે લીંબુ તમને એસિડિટી અને ડાયેરિયાનો શિકાર બનાવી શકે છે.

બેસન અને તેનાથી બનેલી વસ્તુઓ – જો તમને ચા સાથે નમકીન, ચણાના પકોડા અથવા ચણાના લોટના ચીલા ખાવાનું પસંદ હોય તો થોડું ધ્યાન રાખો. આ બધી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

વળી, ચા સાથે ચણાના લોટનું સેવન કરવાથી શરીરમાં કેટલાક પોષક તત્વોની ઉણપ થાય છે, જે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મિત્રો ચા સાથે ઘણી એવી વસ્તુઓ છે જે ખાવાથી આપના શરીર ને નુકસાન થાય છે. ચા સાથે દહીં નો ઉપયોગ પણ ના કરવો જોઈએ. ચા સાથે લસણ ની બનાવેલી વસ્તુ પણ ના ખાવી નહીંતર તેનાથી ગેસ એસીડીટી જેવી તકલીફ થાય છે.

Leave a Comment