રોજના ભોજનમાં લેવાનું શરૂ કરો આ વસ્તુ, બચી જશો શરીરને થતાં આ પાંચ ગંભીર નુકસાનથી.

ગુજરાતીઓનું ભાણું જે અલગ અલગ વાનગીઓ અને સ્વાદથી છલોછલ હોય છે જે હકીકતમાં સંપૂર્ણ આહાર હોય છે. ગુજરાતી થાળીમાં પીરસાતી દરેક વસ્તુ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

જેમકે શાક, દાળ, ભાત, રોટલી, સલાડ, મીઠાઈ વગેરે. પરંતુ મોટાભાગના લોકો દિવસ દરમ્યાન આમાંથી કેટલીક વસ્તુઓ સ્કીપ કરી દેતા હોય છે. ખાસ કરીને દાળ.

ખરેખર દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે અને શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. જો તમે દિવસ દરમ્યાન એક વાટકી દાળ નથી ખાતા તો તમારા શરીરની પ્રોટીનની જરૂરિયાત પૂરી થતી નથી.

જો તમે અઠવાડિયામાં એક પણ દિવસ દાળ નથી ખાતા તો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ સર્જાવા લાગશે જેના કારણે તમને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. જો તમે પણ દાળ ખાતા નથી તો આજે તમે જાણી લો કે તમારા શરીરમાં કઈ-કઈ સમસ્યાઓ થઈ શકે છે.

1. મેટાબોલીઝમ ખરાબ થવું – જ્યારે તમે દાળ ખાતા નથી તો શરીરમાં પ્રોટીનની ઉણપ સર્જાય છે જેના કારણે શરીરની માંસપેશીઓ નબળી પડવા લાગે છે. આ સિવાય પ્રોટીન શરીરમાં ન હોવાથી શરીરનું મેટાબોલિઝમ પણ ખરાબ થાય છે.

તેનાથી તમને વધારે ભૂખ લાગે છે અને તમે વધારે ખોરાક કરો છો જેને કારણે વજન વધવા લાગે છે. જો તમારી વજનની કન્ટ્રોલમાં રાખવું હોય તો રોજ એક વાટકી દાળનું સેવન કરવું.

2. શરીરમાં નબળાઈ – જે લોકોએ શરીરને ફિટ રાખવું હોય તેમણે દાળ ખાવી જ જોઈએ. કારણ કે શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો શરીરમાં નબળાઈ આવી જાય છે. આ નબળાઈ ધીરે ધીરે શરીરની ખતમ કરી નાખે છે. પ્રોટીનની કમી ના લીધે શરીરમાં સતત આળસ રહે છે અને થાક લાગે છે.

3. સ્નાયુઓને નુકસાન – દાળમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને આ પોષકતત્વો મળતા નથી તો શરીરની કોશિકાઓ અને સ્નાયુઓને નુકસાન થવા લાગે છે. ધીરે-ધીરે તેના કારણે શરીરમાં રક્તની ઉણપ પણ સર્જાવા લાગે છે.

4. હાડકાને નુકસાન – જે લોકો દાળનું સેવન કરતા નથી તેમના હાડકા પણ નબળા થઈ જાય છે. દાળમાં રહેલા પોષક તત્વો હાડકામાં ઘનત્વ વધારે છે. જો દાળનું સેવન કરવામાં ન આવે તો હાડકાં ધીરે-ધીરે નબળા પડવા લાગે છે.

5. ખરતા વાળની સમસ્યા – વાળ ખરવા પાછળનું સૌથી મોટું કારણ પ્રોટીનની ઉણપ હોઈ શકે છે. દાળમાં સૌથી વધુ પ્રોટીન મળે છે. દાડમ ખાવાથી વાળ નબળા પડવા લાગે છે અને ઝડપથી ખરે છે. દાળ ખાવી સ્કિન માટે પણ ફાયદાકારક છે. તેનાથી ચહેરા પર ગ્લો આવે છે.

Leave a Comment