રોજ સવારે આ કામ કરશો તો તમારું વજન વધતું બંધ થઈ જશે

 

સામાન્ય રીતે લોકો પોતાના દિવસની શરુઆત ચા કે કોફી અથવા તો દૂધ પીને કરતા હોય છે. જે લોકો વજન ઉતારવાનો પ્રયત્ન કરતા હોય છે તેઓ સવારે લીંબુ અને મધવાળુ પાણી પીતા હોય છે. પરંતુ દિવસની શરુઆત આ વસ્તુઓ કરતાં આ પાણી પીને કરશો તો તેનાથી શરીરને અઢળક લાભ થશે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર દિવસની શરુઆત એક કપ સાદા ગરમ પાણીથી કરવી જોઈએ. સવારે સૌથી પહેલા ગરમ પાણીનો એક કપ પીવાથી શરીરમાંથી નાની મોટી સમસ્યા તો દવા વિના જ દુર થઈ જશે. અને સાથે જ કેટલીક ગંભીર સમસ્યા થવાનું જોખમ પણ દુર થઈ જશે.

જો સવારના સમયે એ લોકોએ ગરમ પાણી પીવું ન જોઈએ જેમને હાઈપર એસીડીટી હોય, અલ્સર હોય અથવા તો જેની પ્રકૃતિ પિત્તની હોય. અન્યથા દરેક વ્યક્તિ સવારે ગરમ પાણી પી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર મુસાફરી દરમિયાન પણ ગરમ પાણી પીવું જોઈએ. તેનાથી ઘણી સમસ્યાથી બચી શકાય છે.

સવારે ગરમ પાણી પીવાનો સૌથી મોટો લાભ એ છે કે તે આંતરડાને સાફ કરે છે. સાથે જ તે બ્લોટિંગ અને ગેસ્ટ્રીક સમસ્યાને પણ દુર કરે છે. સવારે ગરમ પાણી પીવાથી ભૂખ સુધરે છે. તેનાથી ત્વચા પણ સાફ રહે છે. સૌથી મહત્વની અને લાભ કારક વાત એ છે કે તેનાથી વજન વધતું ટકે છે.

આયુર્વેદમાં શરીરના પ્રકારના આધારે 3 દોષ નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ 3 અલગ અલગ તાપમાનની વાત કરવામાં આવી છે. એટલે કે કયા દોષના વ્યક્તિએ કેટલું ગરમ પાણી પીવું જોઈએ તે પણ જણાવવામાં આવ્યું છે.

જેમકે કફની સમસ્યા રહેતી હોય તે વ્યક્તિ કફની પ્રકૃતિ ધરાવે છે. આ લોકોએ ગરમ પાણીને ચુસ્કી લઈને પીવું જોઈએ. તેનાથી કફ અને ટોક્સિન બહાર આવે છે.

પિત્તની પ્રકૃતિ હોય તેમણે શરીરનું તાપમાન હોય એટલું ઠંડુ કરીને પાણી પીવું જોઈએ. પિત્ત હોય તે વ્યક્તિ શરીરના તાપમાન જેટલું ગરમ પાણી પીવે તો તેનાથી પિત્ત શાંત થાય છે.

વાત દોષના વ્યક્તિએ ગરમ અને ઠંડુ પાણી મિક્સ કરીને હુંફાળુ કરીને પીવું જોઈએ. તેનાથી નળીઓ સાફ થાય છે. ડ્રાય ત્વચા ને વાળ સુધરે છે. સાથે જ પાચન પણ સુધરે છે.

આ સિવાય જે લોકોનું મેટાબોલિઝમ નબળું છે. કબજિયાત છે, પેટ ફુલવાની સમસ્યા છે તે લોકોએ શરીરને અંદરથી સાફ કરવા માટે દિવસની શરુઆત સવારે હુંફાળુ પાણી પીને કરવી જોઈએ.

Leave a Comment