એક જ દિવસ આ જ્યુસ લેશો તો આખા શરીરનો ઝેરી કચરો બહાર નિકળી તંદુરસ્ત થઈ જશો

દોસ્તો અસ્ત-વ્યસ્ત જીવનશૈલી અને ભાગદોડ ભરી જિંદગીને કારણે લોકોને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે અને ભોજન દ્વારા આપણા શરીરમાં એવા ઘણાં તત્વો પ્રવેશતા હોય છે, જેને બહાર કાઢવા ખૂબ જ મહત્વના બની જાય છે. કારણ કે આ ઝેરી તત્વો જ આપણા શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓને આમંત્રણ આપે છે.

આવામાં જો તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવો છો તો તમારા શરીરમાં રહેલા બધાં જ ઝેરી પદાર્થો આપમેળે બહાર નીકળી જાય છે અને તમે તંદુરસ્ત જીવન જીવી શકો છો. તો ચાલો આપણે એક પછી એક આ શરીરને સાફ કરવાના ઘરેલુ ઉપાયો વિશે માહિતી મેળવીએ.

આ માટે તમારે ગોછુર, લીમડો અને પીપળ ની છાલ લઈને 25-25 ગ્રામ મિક્સ કરીને અડધો લીટર પાણીમાં ઉમેરી કાઢી લેવી જોઈએ. ત્યારબાદ જ્યારે પાણી અડધું થાય ત્યારે તેને ફિલ્ટર કરી સવારે અને સાંજે 50-50 એમએલ લઈને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી તમારું શરીર એકદમ સાફ બની જશે.

તુલસી પણ શરીરમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે કામ કરે છે. જો તમારા શરીરમાંથી દુર્ગંધ આવી રહી હોય તો તમારે ટી ટ્રી ઓઇલના કેટલાક ટિપા તુલસીના પાનમાં ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લેવી જોઇએ અને આ પેસ્ટને ચહેરા પર લગાવી દેવી જોઈએ. ત્યારબાદ પાણીથી શરીરને સાફ કરી લેવું જોઈએ. આ ઉપાય કરવાથી કચરો જામી જવાની સમસ્યાથી છુટકારો મળશે.

લાલ દ્રાક્ષ પણ શરીરની સાફ સફાઈ માટે ઉપયોગી હોય છે. તેમાં વિટામિન સી મળી આવે છે સાથે સાથે વિટામિન બી6 પણ જોવા મળે છે. જેનું સેવન કરીને તમે શરીરમાંથી લોહીની કમી દૂર કરી શકો છો સાથે સાથે ભોજન પચવાની અને કબજિયાતની સમસ્યાથી પણ મુક્તિ મળે છે અને આપણા શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

મકાઈના રેસાનો ઉપયોગ કરીને પણ તમે શરીરમાંથી ગંદકીને દૂર કરી શકો છો. હકીકતમાં તેનું સેવન કરવાથી શરીરની ગંદકી બહાર નીકળે છે. વળી જે લોકોને પથરીની સમસ્યા હોય તેવા લોકો પણ મકાઈના રેસાનો ઉપયોગ કરી શકે છે. આ માટે તમારે એક કપ પાણીમાં બે ચમચી મધ ઊમેરી લેવું જોઈએ અને તેને ગરમ કરવા માટે મૂકી દેવું જોઈએ.

ત્યારબાદ જ્યારે પાણી બરાબર ગરમ થવા લાગે ત્યારે તેને દસ મિનિટ માટે રહેવા દેવું જોઈએ અને ફિલ્ટર કરી તેમાં મધ મેળવી લેવું જોઈએ. ત્યારબાદ તેનું સેવન કરવાથી આપણું શરીર એક જ શુદ્ધ બની જાય છે.

કુંવારપાઠાનો ઉપયોગ પણ શરીરના શુદ્ધિકરણ માટે કામ આવે છે. આ માટે તમારે કુંવારપાઠાના તાજો રસ લઇ તેમાં મધ ઉમેરી દેવું જોઈએ અને થોડાક લીંબુ ના રસ ના ટીપા તેમાં ઉમેરી લેવા જોઈએ.

ત્યારબાદ સવારે અને સાંજે બે વખત તેનું સેવન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી પણ તમારા શરીરની સફાઈ થઈ જશે અને તમે આસાનીથી ઘણા બધા રોગોથી મુક્તિ મેળવી શકશો.

ડુંગળી પણ શરીરના શુદ્ધ કરવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. આ માટે ડુંગળીનો રસ અને લીંબુનો રસ મધમનઉમેરી દરરોજ પીવામાં આવે તો શરીરમાં જામી ગયેલી કે ગંદકી બહાર નીકળે છે અને લોહી પણ શુદ્ધ બની જાય છે. જો તમે સવારે અને સાંજે ટામેટાનો રસ પીવો છો તો પણ તે શરીરના શુદ્ધિકરણ માટે મહત્વનું કામ કરે છે.

Leave a Comment