આ વસ્તુના ઉપયોગથી બીપી, ડાયાબિટીસ પણ દૂર થઈ જશે

દોસ્તો ખાટા-મીઠા સ્વાદથી ભરપૂર આંબલી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપી શકે છે. આંબલી તેના સ્વાદ માટે જ નહીં પંરતુ તેમાં જોવા મળતા અનેક ઔષધીય ગુણો માટે જાણીતી છે.

જે તમારા સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદાઓ આપી શકે છે. આંબલીમાં વિટામિન સી, વિટામિન બી, આયર્ન, પોટેશિયમ અને ફાઈબર સારી માત્રામાં હોય છે, જે શરીરમાંથી ઘણા હાનિકારક વાયરસ પદાર્થોને બહાર કાઢી નાખે છે અને શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે.

આજના સમયમાં ઘણા લોકો વધતા વજન અને સ્થૂળતાથી પરેશાન છે. જે રીતે શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે કસરતની જરૂર હોય છે, એજ રીતે યોગ્ય આહારની પણ જરૂર હોય છે.

આજ ક્રમમાં આંબલીનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે આ ફળમાં હાઈડ્રોક્સીસાઈટ્રિક એસિડની વધુ માત્રા શરીરમાં ચરબી બર્ન કરનારા એન્ઝાઇમને વધારે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આંબલી એક એવું ફળ છે, જે નાની-મોટી બીમારીઓમાં રાહત આપે છે. આ ફળમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો અને ટાર્ટરિક એસિડ હોય છે, જે શરીરને મુક્ત રેડિકલથી બચાવે છે અને કેન્સર પેદા કરતા કોષોના વિકાસને અટકાવે છે.

આંબલીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી તે હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા લોહીને શુદ્ધ કરવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. વળી આંબલીમાં જોવા મળતું ફાઈબર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદરૂપ છે. જેનાથી આપણું હૃદય મજબૂત અને સ્વસ્થ બને છે.

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને શીઘ્ર સ્ખલનની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓને અડધો કિલો આંબલીમાં ચાર દિવસ પલાળી રાખ્યા બાદ તેની છાલ કાઢીને છાંયડામાં સૂકવી અને પછી તેટલી જ માત્રામાં સાકર ભેળવીને પીસી લેવી. દરરોજ સવાર-સાંજ અડધી ચમચી આ મિશ્રણ દૂધ સાથે પીવો. થોડા દિવસોમાં તમારી બીમારી દૂર થઈ જશે. આ સાથે જ તમારામાં વીર્યની માત્રા વધુ હશે.

આંબલીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-માઈક્રોબાયલ ગુણોને કારણે તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે રોજ નિયમિત આંબલીનું સેવન કરો છો, તો તમને માઇક્રોબાયલ જેવા ચેપ અને અન્ય વિનાશક રોગોથી બચવાની શક્તિ મળશે.

આમ તો બવાસીરનો ઈલાજ ઓપરેશન દ્વારા જ શક્ય છે, પરંતુ જો તમે ઘરે જ તેનો ઈલાજ કરવા માંગતા હોવ તો આંબલીના ફૂલ અને પાંદડાનો રસ બનાવીને રોજ તેનું સેવન કરવાથી બવાસીર ના દર્દીને ઘણી રાહત મળે છે.

Leave a Comment