દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે કે તેના વાળ લાંબા, કાળા અને ચમકદાર હોય. વાળ સુંદર રહે તે માટે મહિલાઓ અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે. પરંતુ આજના પ્રદૂષણયુક્ત વાતાવરણના કારણે વાળને નુક્સાન થતું જ રહે છે. તેવામાં ઘરબેઠા નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને પોષણ પૂરું પાડી શકાય છે.
ખરતા વાળ, વાળમાં ખોડો, સફેદ વાળ આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે આડઅસર વિનાનો એક ઘરગથ્થુ ઈલાજ આજે તમને જણાવીએ. વાળની સમસ્યાને દૂર કરવા માટે આ ઘરગથ્થુ ઉપચાર શ્રેષ્ઠ છે.
આ ઉપચાર કરવામાં કોઇ આડઅસર થતી નથી. આ ઉપચાર કરવા માટે તમારે કોળાના બીજની જરૂર પડશે. સામાન્ય રીતે કોળાના બીજ ને લોકો કચરો સમજીને ફેંકી દે છે પરંતુ આ કોળાના બીજ તમારા વાળ અને ત્વચાની સમસ્યાઓને દૂર કરી શકે છે.
મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે કોળાનાં બીજમાં સુંદરતાનું રહસ્ય છુપાયેલું છે. કોળાના બીજનો ઉપયોગ ત્વચાનો રંગ નિખારવા માટે પણ કરી શકાય છે.
સાથે જ જે લોકોની ત્વચા તૈલીય હોય તેમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ બીજ ઉપયોગી છે. આ બીજ વાળ માટે પણ લાભદાયક છે. તેનો ઉપયોગ કરવાથી વાળ ઝડપથી વધે છે.
તેમાં એમિનો એસિડ અને વિટામિન સી ભરપૂર હોય છે જે વાળ નો ગ્રોથ વધારવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. વાળની સમસ્યા દૂર કરવા માટે કોડાના બીજનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. કોળાના બીજ વાડ માટે સુપરફૂડ છે.
વાળ અને ત્વચા માટે તેનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં કોળામાંથી તેના બીજને અલગ કરી લો. ત્યાર પછી આ બીજને સૂકવી અને સ્ટોર કરી લો. જ્યારે તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેનો પાઉડર બનાવીને હેરપેક તરીકે વાપરી શકાય છે. તમે કોળાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ કોળા ના બીજને ઉકાળીને આ તેલનો ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકે છે.
વાળને જાડા બનાવવા હોય તો કોળાના બીજનું તેલ આ રીતે તૈયાર કરી લેવું. તેના માટે એક બાઉલમાં નાળિયેરનું તેલ અને કોળાના બીજ ને મિક્સ કરીને પીસી લેવા.
આ પેસ્ટને એક બાઉલમાં કાઢો અને અન્ય એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. હવે તેલની બોટલને આ પાણીમાં ડૂબાડી રાખો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દો અને તેલને ગરણી વડે ગાડી ને તેનો ઉપયોગ કરો.
જો વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો કોળાના બીજ થી હેરપેક તૈયાર કરી શકાય છે.. તેના માટે એક બાઉલમાં બે ચમચી કોળાના બીજ ની પેસ્ટ, દહીં અને મધ મિક્સ કરો.
આ બધી વસ્તુ ને બરાબર મિક્ષ કરીને વાળમાં લગાડો. ત્યાર પછી 30 મિનિટ તેને રહેવા દો અને પછી વાળ ધોઈ લો. ઉનાળામાં માથાની ત્વચા તૈલીય થઈ જાય છે. તેવામાં વારંવાર હેર વોશ કરવા શક્ય બનતા નથી.
તેવામાં કોળાના બીજને પીસીને તેની પેસ્ટ બનાવી તેમાં લીંબુનો રસ ઉમેરીને આ મિશ્રણને વાળમાં લગાવો. પંદર મિનિટ પછી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં બે વખત આ રીતે હેર પેક લગાવવાથી ઓઈલી સ્કીન થી મુક્તિ મળે છે.