આ ઉપાયથી તમારું વજન જોતજોતામાં ઓછું થઈ જશે

 

આપણી આસપાસ એવી ઘણી વનસ્પતિઓ છે જેનો ઉપયોગ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આવી જ એક વનસ્પતિ છે ફુદીનો અને લીલા ધાણા. આ બન્ને વસ્તુ નો ઉપયોગ મોટાભાગે પાણીપુરી નું પાણી બનાવવા અથવા તો ચટણી બનાવવામાં કરવામાં આવે છે. પરંતુ આ બન્ને વસ્તુ નું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.

ફુદીનાની અને ધાણા ની તાસીર એકદમ ઠંડી હોય છે. તેનું સેવન ઉનાળા દરમિયાન કરવાથી શરીરને ઠંડક મળે છે. સાથે જ તેનાથી બોડી ડીટોક્સ પણ થાય છે. તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

આ બન્ને વસ્તુ નું પાણી પીવાથી પેટ સંબંધિત દરેક સમસ્યાથી મુક્તિ મળે છે. ફુદીના અને ધાણાનું પાણી પીવાથી શરીરને કેટલા લાભ થાય છે અને તેને કેવી રીતે બનાવવું ચાલો તમને જણાવીએ વિસ્તારપૂર્વક.

1. વજન ઘટે છે – ફુદીના અને ધાણાનું પાણી પીવાથી વજન ઝડપથી ઘટે છે. નિયમિત રીતે એક ગ્લાસ આ પાણી પીવાથી શરીરમાં કેલરી બર્ન થાય છે અને ફેટ પણ ઘટે છે.

2. ફુદીના અને ધાણાનું પાણી પીવાથી પેશાબ સંબંધી સમસ્યાથી મુક્તિ મળે છે. રોજા પાણી પીવાથી પેશાબમાં થતી બળતરા અને દુખાવાથી રાહત થાય છે. તેનું સેવન કરવાથી પેશાબમાં ઇન્ફેક્શન પણ મટે છે.

3. આ બન્ને વસ્તુ ની તાસીર ઠંડી હોય છે જે પેટમાં જાય એટલે પેટની ગરમીને શાંત કરે છે. તેના કારણે પેટની બળતરા એસિડિટીમાં પણ આરામ મળે છે. આપણી રોજ પીવાથી પાચન સુધરે છે.

4. ફુદીનો અને ધાણાનું પાણી ડિટોક્સ વોટર છે. તેનું સેવન કરવાથી શરીર માં જામેલી ગંદકી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. સાથે જ તે રક્ત અને પણ શુદ્ધ કરે છે.

5. ફુદીનો અને ધાણાનું પાણી પીવાથી body detox થાય છે. તેના કારણે ત્વચા પણ બેદાગ બને છે. આ પાણી પીવાથી રક્ત શુદ્ધ થાય છે જેના કારણે ત્વચા પર નિખાર આવે છે.

ફુદીનો અને ધાણાનું પાણી બનાવવાની રીત

સૌથી પહેલાં ફુદીના અને ધાણાના પાન ને બરાબર સાફ કરી લો. ત્યાર પછી તેને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પછી ગાળી લેવું. આ પાણીને તુરંત જ પી લેવું.

આ સિવાય તમે એક બોટલમાં ફુદીનો અને ધાણાના કેટલાક પાન ઉમેરીને રાત્રે રાખી દો. સવારે આ પાણી ગાળીને પી જવું.

તમે એક ગ્લાસ પાણીને ઉકાળી તેમાં ફુદીનો અને ધાણાના પાન ઉમેરીને એક મિનિટ સુધી ઉકાળીને ઠંડુ કરીને પણ પી શકો છો.

ઉપરોક્ત જણાવેલ 3 રીતમાંથી કોઈપણ એક રીતે તમે ફુદીના અને ધાણાનું પાણી તૈયાર કરીને ઉનાળા દરમિયાન પી શકો છો. તેનાથી પિત્ત પ્રકૃતિ શાંત થાય છે અને શરીરને લાભ પણ થાય છે.

Leave a Comment