આ વસ્તુ લેશો તો કિડની અને આંતરડાની તમામ બિમારીઓ થઈ જશે દૂર

ઉનાળાની ઋતુ આવે એટલે બજારમાં ભરપૂર પ્રમાણમાં તરબૂચ જોવા મળે છે. રસદાર અને મીઠા તરબૂચ ઉનાળામાં શરીર માટે વરદાન રૂપ હોય છે. ઉનાળામાં તરબૂચનું સેવન કરવાથી શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે સાથે જ શરીરમાં પાણીની ઊણપ સર્જાતી નથી.

તરબૂચનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ઉનાળામાં થતી સમસ્યાઓથી બચવા માટે તરબૂચ ખાવું ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તરબૂચમાં 90 ટકાથી વધારે પાણીનો ભાગ હોય છે. તરબૂચ નેચરલ એન્ટિ ઓક્સિડન્ટ નો એક સારો સ્ત્રોત છે.

તરબૂચ જેવા તત્વોનો ભંડાર છે જે હૃદય રોગથી લઈને કેન્સર જેવી સમસ્યાની સામે લડવામાં પણ મદદ રૂપ થાય છે. તેમાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, ફોલેટ, ફોસ્ફરસ સહિત ખનીજ ભરપૂર પ્રમાણમાં હોય છે.

તરબૂચ નો સ્વાદ મીઠો હોય છે. તે શરીરને શાંત કરે છે અને શક્તિમાં વધારો કરે છે. સાથે જ તે પૌરુષત્વ પણ વધારે છે. તે પિત્તના દોષને સંતુલિત કરે છે.

જ્યારે વધુ પડતી તરસ લાગી હોય, થાક લાગ્યો હોય, શરીરમાં બળતરા થતી હોય, પેશાબમાં બળતરા થતી હોય, શરીરમાં સોજો કે બળતરા હોય, તો તરબૂચનું સેવન કરવાથી તુરંત લાભ થાય છે.

આયુર્વેદ નિષ્ણાતો જણાવે છે કે તરબૂચ ખાવાની સૌથી ઉત્તમ રીત છે કે તેને ઓછી માત્રામાં ખાઓ. એટલે કે તરબૂચની થોડું-થોડું કરીને દિવસ દરમિયાન ખાવું જોઈએ. સાથે જ તરબૂચ ને જમવાની સાથે ક્યારેય ન લેવું.

દિવસે તરબૂચ સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે ખાઈ લેવું. ત્યાર પછી સાંજે પાંચ વાગ્યા પહેલા તરબુચ ખાઈ શકાય છે. રાત્રે જમતી વખતે તરબૂચ ક્યારેય ન ખાવું જોઈએ. ડાયાબિટીસ અને પાચન સંબંધિત સમસ્યા હોય તે લોકોએ આ ભૂલ કરવાથી બચવું.

જોકે ઘણા લોકો એવા હોય છે કે જે તરબૂચ ખાય પણ તરબૂચના બી ફેંકી દેતા હોય છે. પરંતુ તરબૂચના બીજ ની પ્રકૃતિ પણ શીતળ હોય છે. તે કોઈપણ પ્રકારની આડઅસર કરતા નથી.

તે મૂત્રવર્ધક અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમે તરબૂચની સાથે તેને ખાઈ શકો છો અથવા તો તેને સુકવીને તેનો પાઉડર બનાવીને ઉપયોગમાં લઈ શકો છો.

Leave a Comment