ઉનાળાની શરૂઆત થાય કે લોકોનું ટેન્શન વધી જાય છે. કારણ કે ભારતમાં કેટલાક શહેરોમાં ઉનાળા દરમિયાન તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચી જાય છે.
આવી કાળઝાળ ગરમીમાં જે લોકોને કામના કારણે બહાર જવું પડે છે તેમના માટે સ્થિતિ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તીવ્ર ગરમીમાં એસી અને પંખા માંથી નીકળીને બહાર જવું બને છે. વળી ગરમીમાં જવાથી શરીરમાં પાણીની ઉણપ પણ સર્જાતી હોય છે.
વધારે ગરમી લાગે તો શરીરના બધા જ ઇલેક્ટ્રોલાઇટ શરીરમાંથી વહી જાય છે. જેના કારણે ચક્કર આવી જવા, માથામાં દુખાવો થવો, ઉર્જાની ખામી, બેભાન થઇ જવું જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઉનાળામાં થતી સમસ્યાઓથી બચવા માટે માત્ર પાણી પીવું પરતું નથી.
તેના માટે એવી વસ્તુઓનું સેવન કરવું પણ જરૂરી છે જે શરીરને અંદરથી ઠંડુ રાખે. તો ચાલો જણાવીએ એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેનું સેવન કરવાથી શરીર અંદરથી ઠંડુ રહે છે અને ગરમીની અસર થતી નથી.
1. કેળું અને એવોકાડો એવું ફળ છે જેમાં કાર્બ ની માત્રા ભરપૂર હોય છે. આ બન્ને વસ્તુ ફાઇબરનો પણ મોટો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ નું સંતુલન જાળવી શકાય છે.
2. ગરમીના દિવસોમાં શરીરને ઠંડુ રાખવું હોય તો દૂધીને તમારા દૈનિક આહારનો ભાગ બનાવો. દુધી, કોળું, કારેલા, તુરીયા, વગેરે શાકનું સેવન ગરમીમાં કરવું જરૂરી છે. આ શાકમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે અને તે શરીરને ઠંડું રાખે છે.
3. તકમરીયા પણ શરીરને ઠંડુ રાખવા માટે ઉત્તમ છે. તકમરીયામાં ફાઇબર અને પ્રોટીન સૌથી વધારે હોય છે. આ સિવાય તેમાં ઓમેગા-૩ ફેટી એસિડ, પોટેશિયમ, વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે જે પેટની ગરમીને દૂર કરીને ઠંડક આપે છે.
4. ગરમીમાં ખાટા અને રસવાળા ફળ ખાવા પણ જરૂરી છે. ગરમીમાં સંતરા, લીંબુ, મોસંબી જેવા ફળ ખાવાથી શરીરમાં વિટામિન સી જળવાઈ રહે છે. તે શરીરને સન સ્ટ્રોકથી બચાવે છે અને ઈમ્યુનીટીને બુસ્ટ કરે છે. જેના કારણે ગરમીના દિવસોમાં બીમાર પડતા બચી જવાય છે.
5. ઉનાળા દરમ્યાન જમવાની સાથે ઘરનું બનાવેલું દહીં અચૂક ખાવું. દહીં ખાવાથી શરીરને જરૂરી ઠંડક મળે છે. દહી પેટ માટે નેચરલ પ્રોબાયોટિક છે. તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને સાથે જ ગરમીના કારણે લૂ પણ લાગતી નથી.