આ પાનના ઉપયોગથી સાંધાના દુઃખાવા અને બધા સોજા દૂર થઈ જશે

 

આજના સમયમાં જીવનશૈલીના કારણે કેટલાક રોગ શરીરમાં ઘર કરી જાય છે. આવો જ એક રોગ છે સાંધાનો દુખાવો. એક સમય હતો જ્યારે સાંધાના દુખાવાની ફરિયાદ માત્ર વૃદ્ધ લોકોને થતી.

પરંતુ હવે જીવનશૈલી અને ખાણીપીણીની ખરાબ આદતોના કારણે સાંધાનો દુખાવો નાની ઉંમરના લોકોને પણ થઈ જાય છે. સાંધાના દુખાવામાં દૈનિક કાર્યો કરવા પણ મુશ્કેલ થઈ જાય છે.

સાંધાના દુખાવાની તકલીફમાં સાંધા પર સોજો આવી જાય છે તે જગ્યા લાલ થઈ જાય છે અને અસહ્ય દુખાવો અને બળતરા થઈ શકે છે. આ અસહ્ય પીડાને દૂર કરવાનો એક અસરકારક ઇલાજ આજે તમને જણાવીએ.

આ ઈલાજ કરવા માટે તમારે આંકડા ના પાન ની જરૂર પડશે. આ પાન તમને કોઈપણ જગ્યાએથી સરળતાથી મળી જશે. આ પાનનો ઉપયોગ કરીને તમે સાંધાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. તેનાથી એક આયુર્વેદિક અને ઘરેલુ ઉપચાર કરવાથી સાંધાના દુખાવાની તકલીફ મટી જાય છે અને તે પણ કોઈપણ પ્રકારની આડઅસર વિના.

આકડાના પાન માત્ર સાંધાના દુખાવા માટે જ નહીં પરંતુ શરીરની અન્ય સમસ્યામાં પણ ફાયદાકારક છે. તો ચાલો તમને જણાવીએ કે આ આંકડા ના પાનનો ઉપયોગ કઈ રીતે અને કઈ કઈ સમસ્યામાં કરી શકાય.

આકડાના પાનનું પાણી – તમે આંકડાના પાનના પાણીનો ઉપયોગ કરી શકો. તેના માટે આંકડા ના થોડા પાનને ગરમ પાણીમાં ઉકાળવા. સાથે તેમાં મીઠું અજમા અને વરિયાળી પણ નાખો. આપણી બરાબર ઉકળી જાય પછી તેને ધીરે ધીરે દુખાવો હોય તે જગ્યા પર રેડો. આમ કરવાથી દુખાવાથી અત્યંત રાહત મળે છે.

આંકડાના પાનનો લેપ – સાંધાના દુખાવાને દૂર કરવા માટે આ પણ અકસીર ઈલાજ છે. તેના માટે આંકડા ના પાનનો લેપ તૈયાર કરી લેવો. આંકડાનાં પાનને ધોઈને બરાબર સાફ કરી તેને પીસીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દુખતા સાંધા પર લગાવો. પેસ્ટ લગાવ્યા પછી તેને કપડાથી બાંધી દો. આમ કરવાથી દુખાવાથી તુરંત જ રાહત મળે છે.

આંકડાનો પાટો – સાંધાના દુખાવા કે શરીરના કોઈપણ પ્રકારના દુખાવાથી તુરંત રાહત મેળવવી હોય તો આંકડા ના પાન નો પાટો ઉપયોગમાં લેવો. તેના માટે સૌથી પહેલા દુખાવો હોય તે જગ્યા ઉપર હળદર અને સરસવનું તેલ મિક્સ કરીને લગાવો. હવે તે ભાગ ઉપર આંકડાનું પાન મૂકીને સુતરાઉ કપડાથી તેને બાંધી લો. આમ કરવાથી દુખાવો તુરંત જ દૂર થાય છે.

Leave a Comment