કબજિયાત સામે અમૃત સમાન ઔષધિ વિશે જાણી લેશો તો એકેય રોગ નહિ થાય

રોજ રસોઈમાં તમે પીળી હળદરનો ઉપયોગ કરતા જશો, અને એ વાતની જાણકારી પણ હશે કે હળદરમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ હોય છે. હળદરનો ઉપયોગ વર્ષોથી ખાસ પ્રકારની બિમારીઓમાં દવા તરીકે કરવામાં આવે છે.

આ વાત તો થઈ પીળી હળદરની, પણ શું તમે જાણો છો કે પીળી હળદરની જેમ કાળી હળદર પણ ઉપલબ્ધ છે ? આજે તમને જણાવીએ કે કાળી હળદર કઈ કઈ બીમારીમાં ઔષધી તરીકે ઉપયોગી છે.

કાળી હળદર ખાવાથી શરીરને ગજબના ફાયદા થાય છે. તેમાં પીળી હળદર કરતા અનેક ગણા વધારે પોષક તત્વો હોય છે. તે ઝડપથી ઘામાં રુઝ લાવે છે, દુખાવો દુર કરે છે અને સોજા ઉતારે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર કાળી હળદર ઇમ્યુનિટી વધારતા સૌથી ઉત્તમ સ્ત્રોતમાંથી એક છે. તે અંદરથી કાળા રંગની હોય છે. તેમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો પીળી હળદર કરતાં પણ વધારે હોય છે. કાળી હળદર માં કોઈપણ સમસ્યાને દૂર કરવાની ક્ષમતા સૌથી વધુ છે.

સ્વાસ્થ્ય નિષ્ણાત પ્રમાણે કાળી હળદર ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. તેનો ઉપયોગ કાળા મરી સાથે કરવાથી કેન્સરની સારવારમાં મદદ મળે છે. કેન્સરની સારવાર દરમિયાન એવું કહેવાય છે કે જો આહાર માં કાળી હળદર નો સમાવેશ કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે.

જોકે પીળી હળદરની સરખામણીમાં કાળી હળદર ઝડપથી ખરાબ થઈ જતી હોય છે. ત્રણથી ચાર મહિના માટે ખરાબ થઈ શકે છે. જોકે પીળી હળદર કરતાં કાળી હળદર તેના પોષક તત્વોના કારણે વધારે મોંઘી હોય છે.

જે લોકોને માઈગ્રેનનો દુખાવો રહેતો હોય અને ગેસ્ટ્રીક સમસ્યાઓ પણ હોય તેમણે કાળી હળદરનો પાઉડર કરીને પાણી સાથે લેવો જોઈએ. આ સિવાય કાળી હળદરની પેસ્ટ બનાવીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે.

કાળી હળદર માં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જેના કારણે શરીરમાં આવતા સોજા દૂર થાય છે. કાળી હળદરનું સેવન કરવાથી શરીરનો બચાવ ઇન્ફેક્શન સામે પણ થાય છે.

કાળી હળદર સાંધાના દુખાવાને પણ દૂર કરે છે, તેનાથી અસ્થમા અને વાઈ જેવા રોગમાં પણ લાભ થાય છે. તેનું સેવન કરવાથી ડાયજેશન સિસ્ટમ તંદુરસ્ત રહે છે.

કબજીયાત, ઝાડા કે પેટની કોઇ પણ સમસ્યામાં કાળી હળદરનું સેવન કરવાથી લાભ થાય છે. લોહી નીકળતું રોકવા માટે પણ કાળી હળદરનો લેપ લગાડવાથી લાભ થાય છે. હાથ કે પગમાં મચકોડ આવી હોય તો તેનો લેપ લગાડવાથી લાભ થાય છે.

Leave a Comment