આપણે કઈ રીતે સૂઈએ છીએ તેની સીધી અસર આપણા શરીર પર થાય છે. ઘણીવાર તમે અનુભવ્યું હશે કે રાત્રે ઓશીકું પણ ફરી જાય કે આડુંઅવળું સુવાઈ જાય તો સવારે શરીર અકડાઈ જાય છે અને દુખાવો થાય છે. તે વાત પરથી સમજી શકાય છે કે આપણે જે રીતે સૂતા હોય તેની અસર આપણા શરીરને થાય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જમીન પર સૂવાથી શરીરને ઘણા લાભ થાય છે. આજના સમયમાં જમીન પર સુવાનું લોકો ભૂલી ગયા છે.
પરંતુ વર્ષો પહેલા જ્યારે આપણા દાદી-નાની ને કમરનો દુખાવો થતો ત્યારે તે પથારી જમીન પર કરીને સૂતા. આમ કરવાનું કારણ હતું કે જમીન પર સૂવાથી પીઠ, કમર, ખભા વગેરેના દુખાવાથી રાહત મળે છે.
આ વાત જાણીને આશ્ચર્ય થશે પરંતુ હકીકતમાં જમીન પર સૂવાથી શરીરને અઢળક લાભ થાય છે. મોટાભાગના લોકો સુવા માટે બજારમાંથી સોફ્ટ અને મુલાયમ ગાદલાની ખરીદી કરતા હોય છે. પરંતુ જણાવી દઈએ કે આ રીતે સૂવાથી લાંબા સમયે શરીરને નુકસાન થાય છે. તેના ઘરની પીઠ, કમર અને ખભામાં કાયમી દુખાવો રહી શકે છે.
તેની સામે જમીન પર સૂવાથી આ પ્રકારના દુખાવા હોય તો પણ તે દવા વિના મટી જાય છે. તો ચાલો તમને જણાવીએ કે જમીન પર સૂવાથી કેટલા ફાયદા થાય છે.
1. જ્યારે આપણે નરમ ગાદલા પર સૂતા હોય ત્યારે શરીરના અંદરના અંગો પર વજન પડે છે અને દુખાવો થાય છે. પરંતુ જમીન પર સૂવાથી આવી સમસ્યા થતી નથી. જમીન પર સૂવાથી બધો જ ભાર જમીન પર જાય છે જેના કારણે શરીરના અંગો દબાતા નથી.
2. જમીન પર સૂવાથી પીઠ અને કમરના દુખાવા થતા નથી. કારણ કે નરમ ગાદલામાં સૂતી વખતે આપણે ઘણી વખત એવી મુદ્રામાં સુઇ જઇએ છીએ જેના કારણે દુખાવો થાય છે. પરંતુ જમીન પર આ રીતે ખોટી મુદ્રામાં સુઇ શકાતું નથી જેના કારણે સ્નાયુ નો દુખાવો પણ દૂર થાય છે.
3. જમીન પર સૂવાથી શરીરમાં રક્તસંચાર સારી રીતે થાય છે. ગાદલા માં સૂતી વખતે શરીરની મોટાભાગની નસો દબાયેલી રહે છે અને સ્નાયુ પર પણ દબાણ આવે છે. જેના કારણે બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે.
4. જમીન પર સૂવાથી સાયટીકાના દુખાવાથી રાહત મળે છે. સાયટીકા એક નસ હોય છે જે કમરથી લઈ અને નિતંબ અને પગ તરફ આવે છે. જમીન પર સુતા લોકોને આ પ્રકારના દુખાવાથી આરામ મળે છે.
5. જમીન પર સૂવાથી સૌથી વધુ ફાયદો નિતંબ અને ખભાને થાય છે. આ રીતે સૂવાથી ખભા, ગરદન અને નિતંબના દુખાવાથી મુક્તિ મળે છે.
6. જમીન પર સૂવાથી પીઠનો દુખાવો પણ થતો નથી. કારણ કે કઠોર જમીન પર સૂવાથી કરોડરજ્જુ સીધી રહે છે અને તેમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે જેનું પરિણામ આવે છે કે તમને પીઠનો દુખાવો થતો નથી.
7. હાડકા અને સાંધાના દુખાવા હોય અથવા તો ઈજા થઈ હોય તો જમીન પર સૂવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે જમીન પર સૂવાથી હાડકા ની સંરચના શ્રેષ્ઠ સ્થિતિમાં જોવા મળે છે.
જો કે જમીન પર સુવાનું એ લોકોએ ટાળવું જેને કોઈ ગંભીર ઈજા હોય અથવા તો હાડકાં સંબંધિત સમસ્યા હોય. આ ઉપરાંત ચોમાસા અને શિયાળામાં પણ જમીન પર સુવાનું ટાળવું જોઈએ.