દરેક ફળ કુદરતની દેન છે અને તેનું સેવન કરવાથી શરીરને કોઈને કોઈ ફાયદો થાય જ છે. ફળ પણ ઋતુ અનુસાર આવે છે. એટલે કે જે ઋતુમાં શરીરને જે ફળ લાભ કરે તે મળે છે. આજે આવા જ એક ફળ વિશે તમને જણાવીએ જે ઉનાળામાં થતી સ્વાસ્થ્ય સમસ્યાને દુર કરે છે.
ઉનાળામાં આ ફળનું શરબત જડીબુટ્ટી જેવું કામ કરે છે. આ ફળ છે બીલીનું ફળ, બીલીનું ફળ પૌષ્ટિક ગુણોથી ભરપુર હોય છે. પરંતુ આ ફળનું સેવન ખૂબ ઓછા લોકો કરે છે. પરંતુ આજે આ જાણકારી મેળવ્યા બાદ તમે તેનું સેવન કરવાની શરુઆત કરી દેશો.
બીલી ફળ ભારતના સૌથી જૂના ફળમાંથી એક છે. તેનું મહત્વ ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં પણ વર્ણવવામાં આવ્યું છે. બીલીનું ઝાડ પૂજનીય છે અને તેના ફળનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે.
બીલીના ફળનું શરબત શરીરને અનેક લાભ કરે છે. તેમાં બીટાકેરોટીન, મિનરલ, વિટામીન ભરપુર પ્રમાણમાં હોય છે. જેમાં રાઈબોફ્લેવિન, થાયમીન, વિટામીન સી વગેરે ભરપુર પ્રમાણમાં હોય છે. તેનું શરબત પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. ઉનાળામાં બીલીનું શરબત પીવાથી કેટલા લાભ થાય છે ચાલો જણાવીએ તમને પણ.
1. બીલીના શરબતમાં વિટામીન સી, એન્ટી ઓક્સિડન્ટનું પ્રમાણ ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ શરબત પીવાથી વાયરલ રોગોના સંક્રમણથી બચી શકાય છે.
2. બીલીના રસમાં એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરમાં આવતા સોજા, સાંધાના દુખાવાને દુર કરે છે. તેનાથી ત્વચા અને વાળને લાભ થાય છે. ગઠિયા વાનો આયુર્વેદિક ઉપચાર કરવામાં બિલીના ફળનો પલ્પ ઉપયોગી છે.
3. બીલીનું શરબત પીવાથી રક્ત શુદ્ધ થાય છે. તેમાં મિનરલ્સ ભરપુર પ્રમાણમાં હોય છે જે શરીરમાંથી ટોક્સિનને બહાર કરે છે. તે લીવર અને કિડનીને હેલ્ધી રાખે છે.
4. તેના ટ્રાઈગ્લિસરાઈડ્સ, સીરમ અને ટીશ્યૂ લિપિડ પ્રોફાઈલ્સ રક્તમાં કોલેસ્ટ્રોલ બનતું અટકાવે છે. તેના કારણે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. નિયમિત રીતે બીલીનું શરબત પીવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા થતી નથી.
5. ઉનાળામાં થતી ત્વચાની સમસ્યામાં આ શરબત લાભકારી છે. તેના કારણે ત્વચા પર થતા રેશિશ, ડાઘ, ફંગલ ઈન્ફેકશન મટે છે. તેનાથી તડકાના કારણે થતી સમસ્યાથી પણ રાહત મળે છે.
6. બીલીનું ફળ એન્ટી બેક્ટેરિયસ અને એન્ટી ફંગલ ગુણ ધરાવે છે. તેનું સેવન કરવાથી પેટની સમસ્યા અને અલ્સર કંટ્રોલ થાય છે. તેનાથી પાચનને લગતી સમસ્યા દુર થાય છે અને પાચન સુધરે છે.