પ્રેગનન્સી વખતે તો ભૂલથી પણ ના ખાતાં આ વસ્તુઓ, નહિ તો મુશ્કેલી થઈ જશે

 

માતા બનવાનો અનુભવ દરેક સ્ત્રી માટે ખાસ હોય છે. નવ મહિનાના આ સમય દરમિયાન સ્ત્રી અલગ-અલગ અનુભવોમાંથી પસાર થાય છે. આ સમય દરમિયાન તેના શરીરમાં સતત ફેરફાર થતા હોય છે. ગર્ભાવસ્થા એવો સમય છે જેમાં મહિલાઓના શરીરમાં અનેક પરિવર્તન થાય છે. સાથે જ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ રહે છે.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે તે જે કંઈ પણ ખાય છે તેની અસર તેના બાળકને પણ થાય છે. તેવામાં ખાવા-પીવા ને લઈને મહિલાને ખૂબ જ કાળજી રાખવી પડે છે.

જો આ સમય દરમિયાન ખાવા-પીવામાં બેદરકારી રાખવામાં આવે તો બાળકના જીવ પર જોખમ ઊભું થઈ શકે છે સાથે જ માતાનું સ્વાસ્થ્ય પણ જોખમાઈ શકે છે.. ત્યારે આજે તમને જણાવીએ એવા 8 ફળ વિશે જેનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન કરવું જોઈએ નહીં.

અનાનસ – અનાનસનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય ન કરવું. તેનું સેવન કરવાથી ગર્ભાશય માં ઝડપથી સંકોચન થાય છે જેના કારણે ગર્ભપાત પણ થઈ શકે છે. તેમાં બ્રોમેલીન નામનું તત્વ હોય છે જે પ્રોટીનને તોડી નાખે છે. જેના કારણે ગર્ભાશયનું સર્વાઇકલ નરમ પડી જાય છે અને મિસકેરેજ થઈ શકે છે.

આમલી – ગર્ભાવસ્થા દરમિયાન ચટપટુ ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક વાત છે પરંતુ ભૂલથી પણ આમલી ખાવી જોઈએ નહીં. ઘણી મહિલાઓને તમે આમ કરતા જોઈ પણ હશે પરંતુ ખરેખર ગર્ભાવસ્થામાં આમલી ખાવાથી નુકસાન વધારે થાય છે.

તેમાં વિટામિન સી એટલું બધું વધારે હોય છે કે તે શરીરમાં પ્રોજેસ્ટેરોનના ઉત્પાદનને દબાવે છે. જો આવું થાય તો મિસકેરેજ થઈ જાય છે તેથી ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય પણ વધારે પ્રમાણમાં આમલી ખાવી જોઈએ નહીં.

પપૈયું – પપૈયું ખાવાથી પણ મિસકેરેજ થઈ શકે છે. ગર્ભાવસ્થામાં આ ફળ ક્યારેય ખાવું નહીં. તેમાં રહેલા તત્વ ગર્ભાશયનું સંકોચન કરે છે રક્તસ્રાવ કરી શકે છે જેના કારણે મિસકેરેજ થઈ જાય છે સાથે જ ગર્ભનો વિકાસ પણ અટકી શકે છે તેથી કાચું અને પાકું કોઈપણ પ્રકારનું પપૈયું નવ મહિના દરમિયાન ખાવું નહીં.

કેળા – આમ તો ગર્ભાવસ્થા દરમિયાન કેળા ખાઈ શકાય છે પરંતુ એલર્જી હોય તે મહિલાઓએ તેમજ ડાયાબિટીસ હોય તેમણે કેળું ખાવું. કેળામાં ખાન નું પ્રમાણ વધારે હોય છે તેવામાં ડાયાબિટીસ હોય તો કેળાનું સેવન કરવાથી બચવું.

તરબૂચ – તરબૂચનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને દક્ષિણ પદાર્થો બહાર નીકળે છે પરંતુ ગર્ભાવસ્થા માં તરબૂચ ખાવાથી બાળક વિવિધ પ્રકારના ટોક્સિન પદાર્થોના સંપર્કમાં આવે છે. સાથે જ તે બ્લડશુગરને પણ વધારી શકે છે તેથી ગર્ભવતી મહિલાએ તરબૂચ ન ખાવું જોઈએ.

ખજૂર – ખજૂર વિટામિન અને પોષક તત્વોથી ભરપુર હોય છે પરંતુ ગર્ભાવસ્થા માં ખજૂર ખાવાથી બચવું જોઇએ કારણ કે તે શરીરને ગરમ કરે છે અને ગર્ભાશયનું સંકોચન પણ કરે છે.

ફ્રોઝન બેરી – ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ એ ફ્રોઝન કરેલા કોઈપણ પ્રકારના ફળ ખાવા જોઈએ નહીં તેણે હંમેશા તાજા ફળોનું સેવન કરવું. ફ્રોઝેન બેરીઝ ને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે છે જેના કારણે તેનો મૂળ સ્વાદ અને પોષક તત્વો નાશ પામે છે તેવામાં આ ફળ ખાવાથી બાળકને નુકસાન થઈ શકે છે.

પેકેજ ટામેટા – ગર્ભાવસ્થા દરમિયાન પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને ટામેટા જેવી વસ્તુઓ જેમાં પ્રિઝર્વેટિવ નું પ્રમાણ વધારે હોય તેવી વસ્તુ ખાવાનું ટાળવું. ટામેટા ની તૈયારી પ્યુરી નો ઉપયોગ પણ ટાળવો જોઈએ.

Leave a Comment