આજનો સમય એવો છે કે જેમાં દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેનું બાળક અને બાળકોની સરખામણીમાં હોશિયાર અને ચપળ હોય.
માતા-પિતાની અપેક્ષા હોય છે કે બાળક ભણવામાં તેજસ્વી હોય અને સાથે રમત-ગમતમાં પણ આગળ રહે. પરંતુ આ અપેક્ષા પૂરી થાય તે માટે જરૂરી છે કે બાળકને પૂરતું પોષણ મળે અને તે તંદુરસ્ત રહે.
જો કે માતા-પિતા બાળકોને ખવડાવવાની વસ્તુ માં કોઈ કચાશ રાખતા નથી. બાળકનું મગજ તેજ થાય તે માટે તેને ભરપૂર બદામ ખવડાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બાળકને માત્ર બદામ નહીં પણ પિસ્તા ખવડાવવાથી પણ તેને લાભ થાય છે ?
ડ્રાયફ્રુટ માં પ્રોટીનનું પ્રમાણ સારું હોય છે બાળકને તે ખવડાવવાથી તેના વિકાસમાં મદદ થાય છે. તેમાં પણ પિસ્તાનું સેવન કરવાથી બાળકનો સર્વાંગી વિકાસ સારી રીતે થાય છે.
પિસ્તામાં આયરન હોય છે જે બાળકોના શરીરમાં ઝડપથી લોહી વધારે છે. આ સાથે જ પિસ્તામાં ફાઇબર અને ઝીંક પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે બાળકના મગજના વિકાસમાં અને ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
બાળકને પિસ્તા નિયમિત ખવડાવવાથી તેનું પેટ નિયમિત રીતે સાફ આવે છે. એટલે કે બાળક ને કબજિયાત થતી નથી. પિસ્તામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંતરડામાં જામેલો મળ પણ સાફ કરી નાખે છે.
પિસ્તા અનેક પોષક તત્વોથી અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી બાળકોનો વિકાસ ઝડપથી થાય છે. સાથે જ તેને જરૂરી દરેક પોષક તત્વો પણ મળી રહે છે. પિસ્તા નું સેવન કરવાથી બાળક ની માંસપેશીઓ અને હાડકાંને પણ મજબૂત થાય છે.
બાળકને રોજ ૨૦ ગ્રામ પિસ્તા ખવડાવવાથી તેના હ્રદયની ગતિ માં સુધારો થાય છે. સાથે જ તે નર્વસ સિસ્ટમ પણ મજબુત બને છે અને વિચારવાની ક્ષમતા પણ સુધરે છે
પિસ્તા નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે. જે લોકોની નબળી રોગપ્રતિકારક શક્તિ હોય અને વારંવાર બીમાર પડતા હોય તેમને પિસ્તા રોજ ખાવા જોઈએ.
પિસ્તા સૌથી સારું બ્રેન બુસ્ટર છે. જે બાળકને મગજની શક્તિ વધારે છે. પિસ્તા નું સેવન કરવાથી બાળકને બુદ્ધિ અને મગજનો વિકાસ સારી રીતે થાય છે અને તેની વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા સુધરે છે.
બાળકોના હાડકા મજબૂત હોય તે પણ ખૂબ જરૂરી છે આ કામ કરવામાં પિસ્તા મહત્વનો ભાગ ભજવે છે. પિસ્તા નું સેવન નિયમિત કરવાથી બાળકોના હાડકા મજબૂત બને છે.
પિસ્તા તમે એકલા પણ બાળકોને ખવડાવી શકો છો અથવા તો તમે તેને સ્મુધી, બિસ્કીટ કે દૂધમાં ઉમેરીને પણ આપી શકો છો.