આ સિંગોના ઉપયોગથી સાંધાના દુઃખાવા સાથે ઘણી ગંભીર બિમારીઓ રહેશે દૂર

 

કુદરતે આપણને અનેક એવી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. આવી જ એક વસ્તુ છે સરગવાની સિંગ. સરગવાની સિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેનું સેવન કરવાથી ઘણી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને સરગવાની સિંગના બીજ સ્વાસ્થ્ય માટે અતિ ઉપયોગી છે.

સિંગ જ્યારે તાજી હોય ત્યારે તેના બી કુણા હોય છે જ્યારે તે સુકાઈ જાય તો તે કઠોળ જેવા કડક થઈ જાય છે. આ બીજમાંથી તેલ અને ખાસ પ્રકારનો પાવડર પણ બને છે. આ બન્ને વસ્તુઓ પોષક તત્વોથી ભરપુર હોય છે જેના કારણે શરીરને અનેક લાભ થાય છે.

કબજિયાત મટાડે છે – સરગવાની સિંગના બીજ ફાઈબરથી ભરપૂર હોય છે. આ બીજનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે. આ બીજને પાચનતંત્રને સુધારવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. તેનું સેવન કરવાથી કબજિયાતમાંથી મુક્તિ મળે છે.

અનિંદ્રા દૂર કરે છે – જે લોકોને અનિદ્રા હોય અને સારી અને ગાઢ ઊંઘ કરવી હોય તેઓ પણ આ બીજનો ઉપયોગ કરી શકે છે. આ બીજને સવારે પાણીમાં પલાળી દેવા અને રાત્રે આ પાણી પી જવું તેનાથી ઊંઘ સારી આવે છે.

આયરન વધે છે – જો શરીરમાં આયરન ની ઊણપ હોય તો અનેક સમસ્યા થઈ શકે છે. તેવામાં આ ઊણપને દૂર કરવા માટે સરગવાની સિંગ ના બીજ નો ઉપયોગ કરવો જોઈએ. આવીશ નો ઉપયોગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે જેથી શરીરના બધા જ અંગો નિરોગી રહે છે.

સાંધાના દુખાવા મટાડે છે – સરગવાના બીજમાંથી કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે હાડકાં ની સમસ્યા અને સાંધાના દુખાવાને મટાડે છે. આ બીજ નો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. તેમાંથી બનેલા તેલથી સાંધા પર માલિશ કરવાથી દુખાવાથી રાહત મળે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે – સરગવા ના બીજ નો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટે છે. આ બીજ ખરાબ કોલેસ્ટરોલને દૂર કરે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.

કેન્સર સેલ્સને અટકાવે છે – આ બીજનું સેવન કરવાથી શરીરમાં કેન્સરના સેલ્સ વધતા અટકે છે. આ બીજ કેન્સર થવાની સંભાવનાને પણ ઓછી કરે છે.

હાર્ટને હેલ્ધી રાખે છે – સરગવાના બીજનું સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેનાથી ધમનીઓમાં થયેલું બ્લોકેજ દૂર થાય છે અને બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ દૂર થાય છે.

Leave a Comment