એકવાર વજન વધી જાય તો પછી તેને ઘટાડવું કોઈપણ વ્યક્તિ માટે પડકાર સમાન બની જાય છે. વધેલું વજન ઘટાડવામાં ભારે મુસીબતનો સામનો કરવો પડે છે અને સમય પણ લાગે છે.
ખાસ કરીને મહિલાઓ માટે આ મોટો પડકાર બની જાય છે. કારણ કે મહિલાઓને આખો દિવસ ઘરમાં એટલું કામ હોય છે કે તે પોતાના માટે સમય ફાળવી શકતી નથી.
જેના કારણે તેમનું વજન ઓછું નથી થતું તેવી ફરિયાદ રહે છે. તેવામાં સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા તૈયાર કરેલો આ ડાયટ પ્લાન 15 દિવસમાં તમારા કમર અને પેટ પર જામેલી ચરબીને ઓછી કરવા લાગશે.
સવારે 6 થી 7 – સવારે છથી સાત વાગ્યાની વચ્ચે જાગી જવું અને દિવસની શરૂઆત વરિયાળીનું પાણી પીને કરવાની છે. તેના માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં 2 બે ચમચી વરિયાળી પલાળી દેવી. સવારે ઉઠીને આ પાણીને ગાળી તેને પી જવું. આ પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને સાથે જ એસિડિટીની સમસ્યા થતી નથી.
7.30 થી 8.30 – સવારના સમય દરમિયાન નાસ્તો કરી લેવાનો છે.. નાસ્તામાં પ્રોટીનની માત્રા વધારે હોય તેવી વસ્તુ લેવાની છે. તેથી આખો દિવસ તમારી ભૂખ નિયંત્રણમાં રહેશે અને મેટાબોલિઝમ બુસ્ટ થશે. સવારનો આવો નાસ્તો વજન ઘટાડવામાં મદદ કરે છે. સવારના નાસ્તામાં તમે મગની દાળના બે પુડલા, એક કપ ગ્રીન ટી અને ચાર બદામ લઈ શકો છો.
11 વાગ્યે ચા – સવારે અગિયાર વાગ્યાની આસપાસ મસાલેદાર દૂધવાળી ચા પીવાથી લાભ થાય છે. આ સમયે ચા પીવાથી સ્ટ્રેસ ઓછું થાય છે અને વજન ઘટાડવામાં પણ ફાયદો કરે છે.
1 વાગ્યે લંચ – સવારે એક વાગ્યાની આસપાસ જમી લેવાનું છે. પરંતુ લંચ ને gluten-free રાખો. લંચમાં ઓટ્સનો સમાવેશ કરવાથી કોલેસ્ટ્રોલ અને કેલેરી ઘટાડે છે. લંચમાં એક વાટકી શાક અને એક ઓટ્સ ની બનેલી રોટલી લેવી.
4 વાગ્યે નાસ્તો – ચાર વાગ્યાની આસપાસ એક ગ્લાસ નારિયેળ પાણી અને અડધો કપ nuts લેવા. તમે આ સમયે શિંગોડા, મખાના પણ ખાઈ શકો છો.
7 થી 7.30 – રાત્રે સાતથી સાડા સાત સુધીમાં રાતનું ભોજન જમી લેવાનું છે. રાતનું ભોજન સમયસર અને એકદમ હળવું રાખવું. રાત્રે એક કપ કિવનોવા, બાફેલી દાળ અને અડધો કપ સલાડ ખાવાનું છે.
રાત્રે સૂતા પહેલાં હૂંફાળા ગરમ પાણીમાં લીંબુ અને તજનો પાઉડર ઉમેરીને પી જવું.
આ ટાઈપ પ્લાન ફોલો કરો તેની સાથે રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું અથવા એક કલાક એક્સરસાઇઝ કરવી. જો તમે કોઇ ગંભીર બીમારીથી ગ્રસ્ત હોય તો આ ડાયટ પ્લાન ફોલો કરતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો.