ઉનાળાની ઋતુ એવી છે જે મોટાભાગે કોઈને પસંદ હોતી નથી. આ સમયે વેકેશન હોય અને કેરી ખાવા મળે છે. બાકી આ ઋતુમાં સમસ્યા જ સમસ્યા થાય છે. દિવસ દરમિયાન એટલો તડકો પડે છે કે બહાર જવાથી સન ટેન, લૂ લાગવી જેવી સમસ્યા થાય છે. આ સિવાય ઉનાળામાં સૌથી વધુ સતાવે છે વાળની સમસ્યા.
ઉનાળામાં પરસેવાના કારણે વાળ ઝડપથી ખરાબ થાય છે. આ સિવાય તડકો, પાણીની ઊણપ વગેરેના કારણે વાળ ડલ અને બેજાન થઈ જાય છે. ઉનાળામાં વાળ એકદમ રફ અને ડ્રાય થઈ જાય છે.
આજે તમને વાળની આ સમસ્યાથી મુક્તિ અપવાતા ઉપાયો જણાવીએ. આ ઉપાયો એવા છે જેને કરવાથી વાળની ડ્રાયનેસ અને રફનેસ એક વારમાં જ દુર થઈ જશે.
આજ સુધી તમે અનેક ઉપાયો કર્યા હશે પણ આ ઉપાય જેટલો અસરકારક એક પણ ઉપાય નથી હોતો. તમે આ સીઝનમાં વાળને સોફ્ટ અને શાઈની બનાવવા માટે આ ઉપાય કરશો એટલે જાતે જ તેનો અનુભવ કરી લેશો.
સૌથી પહેલા તો ઉનાળા દરમિયાન વાળને થતા ડેમેજથી તેને બચાવવા હોય તો જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે વાળને કવર કરીને નીકળો. સીધો તડકો વાળમાં લાગવાથી વાળ ખરાબ થાય છે અને તેનું મોઈશ્ચર સુકાઈ જાય છે.
ઉનાળામાં જ્યારે પણ વાળને શેમ્પૂ કરો ત્યારે વાળને કંડિશનર પણ કરવું આમ કરવાથી વાળની ડ્રાયનેસ દુર થાય છે. સાથે જ વાળને પોષણ પણ મળે છે. આ સમય દરમિયાન શક્ય એટલા ઓછા હીટીંગ ટૂલ્સનો ઉપયોગ કરો. આ ઋતુમાં વધારે પ્રમાણમાં હીટીંગ ટુલ્સથી વાળની ટ્રીટમેન્ટ કરવી હાનિકારક હોય શકે છે.
ગરમીમાં દર 3 સપ્તાહ પછી વાળને ટ્રીમિંગ કરી લેવા. તેનાથી બે મોઢાવાળા વાળ દુર થશે અને વાળ હેલ્ધી લાગશે. ઉનાળા દરમિયાન વાળની કેર કરવી જરૂરી હોય છે. એટલા માટે જ ઉનાળાની ઋતુ દરમિયાન વાળને પોષણ મળે તેવા હેર પેકનો ઉપયોગ કરો જોઈએ.
વાળને ગરમીથી થયેલા નુકસાનથી બચાવવા અને તેને રીપેર કરવા માટે દર અઠવાડીયે એકવાર હેર પેક લગાવવું. તમારા વાળના પ્રકારના આધારે અને માફક આવે તેવા હેરપેકની પસંદગી કરવી. હેર પેકનો ઉપયોગ કરવાથી વાળ સોફ્ટ અને શાઈની રહે છે.