આ વસ્તુ ખાઈ લેશો તો શરીરની ગરમી દૂર થઈ જશે

ઉનાળામાં જ્યારે તાપમાનનો પારો ઉંચકાય છે ત્યારે લૂ લાગવા સહિતની સમસ્યા થાય છે. ઉનાળામાં થતી આ સમસ્યા ખૂબ જ ગંભીર હોય છે. વધારે ગરમી અને તાપના કારણે ઉલટી, ઝાડા, સન સ્ટ્રોક અને ત્વચાની સમસ્યા પણ થાય છે.

આ બધી જ સમસ્યાથી બચવું હોય તો તેના માટે શું કરવું તેની રીત આજે જણાવીએ. ગરમીના દિવસોમાં જ્યારે પણ તમે તડકામાંથી ઘરે આવો ત્યારે તુરંત જ ઠંડુ ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય.

પરંતુ જણાવી દઈએ કે લૂથી બચવું હોય તો બહારથી ઘરે આવ્યો ત્યારે પાણી પીવાને બદલે આ વસ્તુ ખાવી જોઈએ. આ વસ્તુનો એક ટુકડો ખાઈ લેવાથી પણ લૂ લાગવાથી બચી જવાય છે.

ગરમીના દિવસોમાં કામની જગ્યાએ એસી હોય છે. તેવામાં એસીની ઠંડકમાંથી સીધા ગરમીમાં નીકળવું અને ગરમી પછી ફરી એસીમાં આવવું. આમ કરવાથી શરીરને લૂ લાગે છે અને સાથે જ શરીરની ઈન્ટરનલ સિસ્ટમને પણ નુકસાન થાય છે.

જ્યારે આપણે શરીર સહન કરી શકે તેના કરતાં પણ વધારે ગરમ વાતાવરણમાં કે તડકામાં રહીએ છીએ ત્યારે શરીરનું જે મૂળ તાપમાન હોય છે તેમાં ફેરફાર થાય છે. આ ફેરફારના કારણે શરીરને જે સમસ્યા થાય છે તેને લૂ લાગવી કહેવાય છે.

જ્યારે શરીરનું તાપમાન હદ કરતાં વધી જાય છે ત્યારે શરીરમાં ખૂબ જ પરસેવો થાય છે. ચક્કર આવવા લાગે છે, શરીરમાં નબળાઈ આવી જાય છે, માથાનો દુખાવો થાય છે અને શરીરનું તાપમાન પણ વધી જાય છે. જ્યારે આવું થાય ત્યારે નીચે દર્શાવેલા કામ કરવા જોઈએ.

ઉનાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. લૂ લાગવાના લક્ષણો જણાય એટલે સૌથી પહેલા પાણી પીવું જોઈએ. પરંતુ માટલાનું પાણી પીવું.

ઉનાળામાં જ્યારે પણ તડકામાંથી ઘરે આવો ત્યારે કાચી કેરીનું સેવન કરવું જોઈએ. તમે કાચી કેરીને સલાડ તરીકે, તેનું શરબત પણ પી શકો છો. તેનાથી લૂ લાગવાથી બચી જવાય છે.

વિનેગર- લૂ લાગે ત્યારે એક ગ્લાસ ઠંડા પાણીમાં 1 ચમચી એપલ સાઈડર વિનેગર અને એક ચમચી મધ ઉમેરી પી જવું.

લૂ લાગે ત્યારે લસ્સી, છાશ પીવા જોઈએ. આ દેશી એનર્જી ડ્રીંક છે જે લૂ લાગવાના લક્ષણોને દુર કરે છે. ગરમીમાંથી આવો એટલે તેને પી લેવાથી બીમાર પડતા બચી જવાય છે.

ડુંગળી- ડુંગળી ખાવાથી પણ લૂ લાગવાથી બચી જવાય છે. ગરમીના દિવસોમાં રોજ જમવામાં ડુંગળી ખાવી જોઈએ. આ સિવાય લૂ લાગી હોય તો કાનની પાછળ, પગના તળિયામાં અને છાતિ પર ડુંગળીનો રસ લગાવી શકાય છે.

Leave a Comment