જો શરીરમાં નસો બ્લોક થતી હોય તો હાર્ટ પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જાય છે. મોટાભાગે હાર્ટ સંબંધિત સમસ્યા ત્યારે જ થાય છે જ્યારે ધમનીઓ બ્લોક થતી હોય છે. હાર્ટ સુધી રક્ત પહોંચાડતી ધમનીઓ હોય કે શરીરની અન્ય નસ તેમાં બ્લોકેજ થાય તે ખૂબ જોખમી સ્થિતિ છે.
જે લોકોની નસો બ્લોક થતી હોય છે તેમના પર હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. ત્યારે આજે તમને એવા 5 ફળ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી શરીરમાં બ્લોક થયેલી નસો ખુલી જાય છે અને નસોને બ્લોકેજ થતી પણ અટકાવી શકાય છે.
શતાવરી – શતાવરી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. તેનાથી ધમનીઓ સાફ થાય છે. તેમાં આરોગ્ય માટે જરૂરી એવા પોષકતત્વો ભરપુર પ્રમાણમાં હોય છે. શતાવરી ફાયબર અને ખનીજ તત્વોથી ભરપુર હોય છે. તેનાથી શરીરમાં લોહી જામતું અટકે છે જેના કારણે નસોનું બ્લોકેજ પણ અટકે છે. જો ધમનીઓમાં સોજો હોય તો તેને પણ શતાવરી દુર કરે છે.
એવોકાડો – એવોકાડો અનેક ગુણથી ભરપુર હોય છે. તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરે છે અન ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. તેને ખાવાથી ધમનીઓ સાફ રહે છે. તેમાં વિટામીન ઈ ભરપુર પ્રમાણમાં હોય છે જે કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને અટકાવે છે. તેમાં રહેલું પોટેશિયમ લો બ્લડ પ્રેશરની સમસ્યા દુર કરે છે.
બ્રોકલી – બ્રોકલી પણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તેમાં રહેલા પોષકતત્વ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી નસોનું બ્લોકેજ દુર થાય છે. તેમાં ફાયબર ભરપુર પ્રમાણમાં હોય છે તેને ખાવાથી સ્ટ્રેસ પણ દુર થાય છે અને ધમનીઓમાં જામેલો પ્લેક પણ દુર થાય છે.
તરબૂચ – તરબૂચનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડનું ઉત્પાદન વધે છે. નાઈટ્રિક ઓક્સાઈડ ધમનીઓને શિથિલ કરે છે. તેનાથી લો બ્લડ પ્રેશરની સમસ્યા દુર થાય છે.
હળદર – હળદર રોજની રસોઈમાં મસાલા તરીકે ઉપયોગમાં આવે છે. તેમાં એન્ટી બેક્ટીરીયલ, એન્ટી ઈમ્ફેલેમેટરી ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી ધમનીઓની દિવાલોને થતું નુકસાન અટકે છે. તેનાથી શરીરમાં જામતું લોહી પણ પાતળું થાય છે.
આ વસ્તુઓ સિવાય હાર્ટને હેલ્ધી રાખવા માટે પાલક, અનાજ, કઠોળ, ડ્રાયફ્રટ, તાજા ફળ, ગ્રીન ટીનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય રસોઈમાં શક્ય હોય તો ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવાથી પણ હાર્ટ સંબંધિત સમસ્યા દુર થાય છે.