સવારે પાણી સાથે આ લઈ લો, કબજિયાત અને વધારાની ચરબી ગાયબ

દરેક ઘરમાં રસોઈ બને છે ત્યારે તેમાં વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. આ મસાલામાંથી મોટાભાગના મસાલા માત્ર રસોઈનો સ્વાદ વધારવા માટે નથી હોતા. આ મસાલા ભોજનના સ્વાદની સાથે શરીરના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.

રસોડાના આવા કેટલાક મસાલાનો ઉપયોગ કરીને તમે આજના સમયની બે જટીલ સમસ્યાને દુર કરી શકો છો. આ સમસ્યા છે પેટની વધેલી ચરબી અને કબજિયાત.

આ સમસ્યાને દુર કરવાનું કામ રસોડાના મસાલા કરી શકે છે. આજે તમને જણાવીએ એવી 2 વસ્તુઓ વિશે જેનું સેવન સવારે ખાલી પેટ પાણી સાથે કરી લેશો તો શરીરના અનેક રોગ દુર થાય છે.

સવારે લીંબુ અને મરીનો ઉપયોગ કરવાથી શરીરને અઢળક લાભ થાય છે. આ વસ્તુઓને પાણીની સાથે લેવાની હોય છે. એક ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં અડધું લીંબુ અને એક ચમચી મરીનો પાવડર ઉમેરી ચા પીતા હોય એમ પી જવાનું છે. આ વસ્તુઓ સવારે શરીરમાં જશે તો તેનાથી તમને કેટલા લાભ થશે તે પણ જાણી લો વિસ્તારપૂર્વક.

સવારે મરી પાવડર અને લીંબુંવાળુ પાણી પીવાથી ઈમ્યુન સિસ્ટમ સુધરે છે. તેમાં એવા તત્વો હોય છે જે શરીરની કોશિકાઓને પુરતું પોષણ આપે છે. આ સાથે જ તે શરીરને તંદુરસ્ત પણ રાખે છે અને શરીરની સફાઈ પણ કરે છે.

શરીર અંદરથી સ્વસ્થ રહે તે માટે આંતરડા સાફ હોય તે જરૂરી છે. એટલે કે કબજિયાત ન હોય તો શરીર નિરોગી રહે છે. તેવામાં મરી પાવડર અને લીંબુંવાળુ પાણી પીવાથી આંતરડાની સફાઈ થાય છે અને કબજિયાત મટી જાય છે. મરી પાવડર અને લીંબુંવાળુ પાણી પીવાથી આંતરડામાં જામેલો મળ પણ નીકળી જાય છે. તેનાથી પેટની સમસ્યાઓ દુર થાય છે.

સવારે મરી પાવડર અને લીંબુંવાળુ પાણી પીવાથી શરીર ડિહાઈડ્રેશનથી બચી જાય છે. તેનું સેવન સવારે કરવાથી આખો દિવસ શરીરમાં ઊર્જા રહે છે અને તેનાથી ત્વચાને પણ મોઈશ્ચર મળે છે.

રોજ સવારે મરી પાવડર અને લીંબુંવાળુ પાણી પીવાથી વજન પણ ઝડપથી ઘટે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે મરી પાવડર અને લીંબુંવાળુ પાણી પીવું જ જોઈએ. એક મહિના સુધી આ પાણી પીવાથી વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

જે લોકોને વર્ષોથી કબજિયાતની સમસ્યા છે તેમના માટે પણ આ પાણી અકસીર ઈલાજ છે. મરી પાવડર અને લીંબુંવાળુ પાણી પીવાથી કબજિયાત મટે છે અને મળ મારફતે શરીરમાંથી ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે.

Leave a Comment