તમારી આ ભૂલથી જ પથારીમાં પડ્યા પછી પણ ઊંઘ આવતી નથી, હાલજ બદલો

આપણા માટે જેટલો જરૂરી આહાર હોય છે એટલી જ જરૂરી ઊંઘ પણ હોય છે. ભોજન શરીરનો આહાર છે તેમ ઊંઘ મગજનો ખોરાક છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે નિયમિત રીતે 7 કલાકની ઊંઘ થાય તે જરૂરી છે. જ્યારે ઊંઘ બરાબર થતી નથી તો એક પછી એક સમસ્યા શરીરમાં થવા લાગે છે.

શરીર અને મગજનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સ્લીપિંગ પેટર્ન સારી હોય તે જરૂરી છે. જ્યારે ઊંઘ બરાબર થતી ન હોય તો ડીપ્રેશન, સ્થૂળતા જેવી સમસ્યા થાય છે.

તાજેતરમાં જ એક સંશોધન કરવામાં આવ્યું જેમાં લોકોની સ્લીપીંગ પેટર્ન ખરાબ શા માટે છે તેના વિશે સર્વે કરવામાં આવ્યો હતો. જેના ચોંકાવનારા તારણો મળ્યા હતા.

ઊંઘ ન થવાના કારણોમાં સ્ટ્રેસ, પૈસાની ચિંતા, રુમનું તાપમાન સહિતના કારણો સામે આવ્યા હતા. આ સરવે 2000 લોકો પર કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું કે 38 ટકા લોકો પથારી આરામદાયક ન હોવાના કારણે ઊંઘી શકતા નથી.

જ્યારે 36 ટકા લોકો તેમના પાર્ટનરના નસકોરાના કારણે ઊંઘી શકતા ન હતા. આ સિવાય ટ્રાફિકનો ઘોંઘાટ, બારીમાંથી આવતો પ્રકાશ, દારુની ટેવ વગેરે કારણો પણ સામે આવ્યા.

આ સિવાય ફોનના કારણે પણ લોકોની ઊંઘની પેટર્ન ખરાબ થઈ હોવાનું સામે આવ્યું હતો. સૂતા પહેલા ફોનના ઉપયોગના કારણે 14 ટકા, ગેમ રમવાના કારણે 12 ટકા અને વાંચવાને કારણે 13 ટકા લોકોની ઊંઘ ખરાબ થાય છે.

સરેરાશ યુવાનોએ જણાવ્યું હતું કે આ ખરાબ આદતના કારણે જે સમય જાય છે તેના કારણે રોજ તેમને 4 કલાકની વધારાની ઊંઘની જરૂર પડે છે.

આ અંગે નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું હતું કે આ મહામારીના કારણે પણ લોકોનું દૈનિક જીવન બદલાયું છે. તેમના સવારથી રાત સુધીના સમયમાં ફેરફાર થયા છે. તેમાં કોઈ નવાઈની વાત નથી કે ઘણા લોકો એક પરફેક્ટ બેડ ટાઈમ રુટીનને જાળવી રાખવા સક્ષમ નથી.

નિષ્ણાંતોનું કહેવું છે કે જે લોકોને ઊંઘ બરાબર નથી આવતી તેમણે બેડરુમ વ્યવસ્થિત કરાવવાની જરૂર છે. આ સિવાય તકીયો, પથારી સહિતની વસ્તુઓ બદલવી જરૂરી છે. આરામદાયક પથારીમાં ઝડપથી ઊંઘ આવે છે.

આ સ્ટડીમાં જાણવા મળ્યાનુસાર તણાવ, ટેમ્પરેચર, આરામદાયક પથારી, તકીયો, પૈસાની ચિંતા, ટ્રાફીક, દારુનું સેવન, મોબાઈલનો ઉપયોગ કરવાનું પણ રાતના સમયે ટાળવું જોઈએ.

Leave a Comment