તમે આજ સુધી વરિયાળી મુખવાસમાં કે પછી શરબત કે પછી વધુને વધુ કોઈ વાનગીમાં ખાધી હશે પણ શું તમે ક્યારેય વરિયાળીનું દૂધ પીધું છે? તો તમને જણાવી દઈએ કે વરિયાળીનું દૂધ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે વરિયાળીના દૂધના ફાયદા અને સાથે સાથે આ દૂધ બનાવવા માટેની રેસીપી. તો ચાલો પહેલા જાણી લઈએ તેના ફાયદા.
વરિયાળીમાં રહેલા ઓઇલને કારણે તે અપચો, પેટનું ફૂલવું અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે, તેથી વરિયાળીનું દૂધ પેટની બીમારીઓને દૂર કરવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે.
વરિયાળીમાં એસ્ટ્રાગલ અને એનોથોલની હાજરીને કારણે, તે પેટની બિમારીઓ જેમ કે ગડબડ, દુખાવો અને ગેસ્ટ્રિક ડિસઓર્ડર માટે અસરકારક દવા માનવામાં આવે છે. વરિયાળી મસાલેદાર ખોરાકને લીધે થતી એસિડિટી અને બળતરા ઘટાડવામાં અસરકારક રીતે કામ કરે છે.
વજન ઘટાડવા માટએ : ફાયબરથી ભરપૂર વરિયાળીના સેવનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વરિયાળી ખાવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે, જો તમે વજન ઘટાડવા માંગો છો તો દરરોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ. જે મહિલાઓ વજન ઘટાડવા માંગે છે તેમણે જમ્યા પહેલા વરિયાળીનું દૂધ પીવું જોઈએ.
ખીલને મટાડવા માટએ : વરિયાળીમાં રહેલ ઓઇલ અને ફાઈબર જેવા પોષક તત્વો આપણાં શરીરમાંથી ખરાબ પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી લોહી શુધ્ધ થાય છે.આ સાથે સ્કીનને ચોખ્ખી અને ડાઘ વગર રાખે છે. તો સૂતા પહેલા વરિયાળીણ દૂધનું સેવન કરો.
આંખની રોશની તેજ કરે છે : જો તમે નબળી આંખો અને ઝાંખું દેખાવાની મુશ્કેલીથી પરેશાન છો તો વરિયાળી તમારી માટે રામબાણ સમાન સાબિત થશે. તમને જણાવી દઈએ કે વરિયાળીમાં વિટામિન એ હોય છે જેના નિયમિત સેવનથી આંખનું તેજ વધે છે.
બીમારીઓથી બચાવશે : વરિયાળીમાં રહેલ પૉલીફેનોલ એંટીઓક્સિડેન્ટમાં રસોમીરનીક એસિડ, ક્લોરોજેનિક એસિડ, કેરસેટિન અને એપીજેનિન જેવા તત્વો હોય છે જેનાથી સ્વાસ્થ્ય પર ઘણી અસર થાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ડાયાબિટીસ ટાઈપ 2 સામે લડવામાં પણ વરિયાળી ખૂબ મદદ કરે છે.
ખાંસી માટે : વરિયાળીને શેકીને મીશ્રી એટલે કે ખડી સાકર સાથે કહવામાં આવે તો અવાજ ચોખ્ખો થાય છે. લાંબા સમયથી ઉધરસથી હેરાન થાવ છો તો તમને ફાયદો થશે. આના સેવનથી યાદશક્તિ પણ મજબૂત થાય છે.
અસ્થમામાં ફાયદાકારક : વરિયાળીના દૂધમાં રહેલ તત્વ એ શ્વાસ સંબંધિત બીમારી અને અસ્થમા સામે લડવામાં મદદ કરે છે. અને તેના લક્ષણને ઘટાડે છે.
આ દૂધ બનાવવું ખૂબ સરળ છે. તમને જણાવી દઈએ કે આની માટે તમારે વરિયાળીને દૂધમાં થોડી ઉકાળવાની છે. તમે ઈચ્છો તો પલાળેલી વરિયાળીને પણ ઉકાળી શકો છો.