તમે અનુભવ્યું હશે કે કેટલીકવાર ખાસ પ્રકારની વસ્તુઓ ખાવાથી પેટમાં ગેસ અને એસીડીટી થાય છે. આ સમયે દવા ખાવાથી તકલીફથી ત્યારે તો છુટકારો મળે છે પરંતુ ગેસની દવા ખાવા કરતાં ઘરેલું ઉપચાર કરવા જરૂરી છે. આ ઉપચાર કરવાથી ગેસની તકલીફથી મુક્તિ મળે છે.
પેટમાં ગેસ થવો સામાન્ય સમસ્યા છે પરંતુ આ સમસ્યા ઘણા લોકો માટે તકલીફકારક સાબિત થાય છે. જ્યારે પણ પેટમાં ગેસ બને તે બહાર નીકળી જાય તે જરૂરી છે. જ્યારે પેટનો ગેસ નીકળે નહીં ત્યારે પેટમાં દુખાવો થવા લાગે છે.
જ્યારે પેટમાં ગેસ થાય છે ત્યારે તે બહાર નીકળે નહીં તો પેટમાં દુખાવો, ઘચરકા, પેટ ફુલવું, પેટમાંથી અવાજ આવવા જેવી તકલીફો થાય છે. આ સિવાય છાતિ અને ખભા પર પણ સમસ્યા થાય છે. જ્યારે શરીરમાં ગેસ ફરે રાખે છે ત્યારે માથામાં દુખાવો પણ રહે છે.
પાચનતંત્ર જ્યારે ખાધેલો ખોરાક પચાવે ત્યારે પેટમાં ગેસ બને છે. સામાન્ય રીતે શરીરમાં રહેલા બેક્ટેરીયા ગેસ બનાવે છે જ્યારે તે ફૂડ પાર્ટીકલ્સને તોડે છે.
જ્યારે પણ આપણે ખોરાક લઈએ છીએ ત્યારે ખોરાક, પાણીની સાથે પેટમાં હવા પણ જાય છે. તે હવા પાચનતંત્રમાં એકત્ર થાય છે અને પેટમાં પ્રેશર બનાવે છે. તેના કારણે ગેસ નીકળે છે અથવા ઓડકાર આવે છે. આ સિવાય કોલ્ડડ્રીંક, બ્રોકલી, કઠોળ ખાવાથી પણ ગેસ બને છે.
સામાન્ય વ્યક્તિના શરીરમાં રોજ 2 ગ્લાસ જેટલો ગેસ બને છે. ઘણીવાર તેનાથી વધારે ગેસ પણ બની જાય છે. આ સમસ્યા ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યારે તમને જણાવીએ કે પેટના ગેસથી મુક્તિ કેવી રીતે મેળવવી.
1. સૌથી પહેલા એવી વસ્તુઓ ખાવાનું ટાળો જે માફક ન આવતી હોય અને તેનાથી પેટમાં ગેસ વધારે બને.
2. ફિઝી ડ્રીંકનું સેવન ઓછું કરો.
3. જમતી વખતે વાત ન કરવી જેથી પેટમાં હવા ન જાય.
4. બ્રોકલી, કોબી, કઠોળ જેવી વસ્તુઓ ન ખાવી.
5. ડેરી પ્રોડક્ટથી પણ ગેસ થાય છે. આવી વસ્તુઓ પણ ખાવાનું ટાળો.
ગેસ થાય તો તેનાથી મુક્તિ મેળવવા માટે આદુ અને ફુદીનાનો રસ કાઢીને પીવો જોઈએ. તેનાથી તુરંત રાહત થાય છે.
જમ્યા પછી મુખવાસમાં વરિયાળી ખાવી જોઈએ. આ સિવાય નવશેકું પાણી અથવા તો હર્બલ ટી પીવી જોઈએ. આ સિવાય દિવસની શરુઆત યોગથી કરો તેના કેટલાક આસન કરવાથી પણ ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે.