જો તમે જમ્યા પછી એક ટીપું પાણી પણ પીતાં હોય તો 2 મિનિટનો સમય કાઢી વાંચી લેજો

 

પાણી એ આપણાં શરીર માટે ખૂબ જરૂરી છે. પણ ઘણા એવા મિત્રો છે જેમને પાણી પીવાનો સાચો સમય અને સાચું પ્રમાણ ખબર હોતી નથી. તમને જણાવી દઈએ કે કોઈપણ સામાન્ય વ્યક્તિએ દિવસમાં 3 થી 4 લિટર અથવા તેનાથી વધુ પાણી પીવું જોઈએ. પણ પાણી ક્યારે પીવું ના જોઈએ એ આજે અમે તમને જણાવી રહ્યા છે.

ઘણા લોકોને ખાવાનું ખાઈ લીધા પછી તરત જ પાણી પીવાની આદત હોય છે. ઘણાને તો એવી આદત હોય છે કે તેમને જમી લીધા પછી 3 થી 4 ગ્લાસ પાણી પીવા માટે જોઈતું હોય છે. તો તમને જણાવી દઈએ કે જમીને તરત પાણી પીવાથી પાચન તંત્ર નબળું થઈ જાય છે. તેનાથી તમને બીજી ઘણી સમસ્યા થઈ શકે છે.

જો તમે ખાવાનું ખાઈ લીધા પછી પાણી પીવો છો તો આજથી જ આ આદત બદલી દેજો. આજે અમે તમને જણાવી રહ્યા છે ખાધા પછી તરત પાણી પીવાથી થતાં નુકશાન વિષે.

1. બ્લડ શુગરના દર્દીઓ માટે હાનિકારક : જમ્યા પછી તરત જ પાણી પીવાથી બ્લડ શુગરની સમસ્યા થઈ શકે છે. તેનાથી ડાયાબિટીસ વધી શકે છે.

2. પાચનતંત્ર નબળું થઈ શકે : જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે. જો તમને પણ પાચન સંબંધિત કોઈ સમસ્યા છે તો જમ્યા પછી ભૂલથી પણ પાણી પીવું જોઈએ નહીં. આમ કરવાથી તમને પેટ સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરી શકો છો.

3. પૂરતા પોષક તત્વો નહીં મળે : જમ્યા પછી તરત જ પાણી પીવાથી જમવામાંથી મળતા બધા પોષકતત્વોનો પૂરતો લાભ મળતો નથી. આવું એટલા માટે કેમ કે ખોરાકને આંતરડા સુધી પહોંચવામાં જેટલો સમય લાગે છે એ સમય પાણી પીવાથી ઓછો થઈ જાય છે. અને તેના લીધે શરીરને ભોજનમાંથી મળતા પૂરતા પોષક તત્વો મળતા નથી.

4. તાપમાન  : જમ્યા પછી તરત પાણી પીવાથી શરીરનું તાપમાન વધતું ઘટતું રહે છે. આ સ્વાસ્થ્ય માટે નુકશાન દાયક છે. આવું એટલા માટે કે ખોરાકને પચવા માટે એક જરૂરી તાપમાનની જરૂરત હોય છે અને પાણી પીવાથી તેમાં ફેરફાર થઈ જતો હોય છે.

5. વજન વધે છે : જમ્યા પછી પાણી પીવાથી વજન વધે છે. એવામાં જે પણ મિત્રો વજન ઘટાડવા માંગે છે તેમણે જમ્યા પછી તરત જ પાણી પીવું જોઈએ નહીં. આમ કરવાથી ભોજન બરાબર પચતું નથી અને ભોજનમાં રહેલ ગ્લુકોઝ ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે.

6. એસિડિટી : જમ્યા પછી તરત જ પાણી પીવાથી ખાવાનું પચવાની જગ્યાએ ખરાબ થવા લાગે છે. તેના લીધે ગેસ બને છે. જો તમે તળેલું અને મસાલેદાર ભોજન લો છો તો તમને એસિડિટી થઈ શકે છે. જમ્યા પછી પાણી પીવાથી એસિડિટી વધારે વધી જાય છે.

Leave a Comment