તમે પણ દૂધમાં હળદર નાખીને પીતા હોય તો હાલ જ આ બાબતો જાણી લેજો નહીં તો પસ્તાશો

હળદરવાળું દૂધ એ ખૂબ પાવરફૂલ ડ્રિંક માનવામાં આવે છે. જ્યારે પણ આપણે બીમાર થઈએ છે કે પછી કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી થાય છે તો તપન દાદી નાની અને મમ્મી એ આપણને હળદરવાળું દૂધ પીવાની સલાહ આપતા હોય છે.

પણ તમને જણાવી દઈએ કે હળદરવાળું દૂધ એ બાધા માટે ફાયદાકારક માનવામાં આવતું નથી. તેના ઘણા કારણ છે. હળદરની તાસીર ગરમ હોય છે એટલે જે લોકોનું શરીર ગરમ રહેતું હોય છે તેમણે હળદરનું વધારે સેવન કરવું જોઈએ નહીં.

લીવરની સમસ્યા હોય તેમણે : જો કોઈ વ્યક્તિને લીવર સાથે જોડાયેલ સમસ્યા છે અથવા કોઈ બીમારી છે તો તેમણે હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં. આમ કરવાથી બીમારી વધી શકે છે.

નપુંસકતા વધવાનું કારણ : હળદરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટાડી દે છે. તેનાથી સ્પર્મની સક્રિયતામાં ઘટાડો થાય છે, જો તમે પણ પરિવાર વધારવા માટએ બેબી પ્લાનિંગ કરી રહ્યા છો તો હમણાં પ્રયત્ન કરો કે હળદર વાળું દૂધ પીવો નહીં.

ગર્ભવતી મહિલાઓએ : ઘણી પ્રેગ્નેન્ટ મહિલાઓને ઘરગથ્થું ઉપચારમાં હળદરવાળું દૂધ પીવા માટેની સલાહ આપવામાં આવે છે, ઘણા એવું માનતા હોય છે કે હળદરવાળું દૂધ પીવાથી આવનાર બાળકનો રંગ ઉજળો થાય છે.

પણ તમને જણાવી દઈએ કે હળદરવાળું દૂધ એ પેટમાં ગરમી વધી જતી હોય છે. આ સિવાય હળદર ગર્ભાશયને સંકોચવા અને અને ગર્ભાશયમાં રક્ત સ્ત્રાવ જએવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

એલર્જી રહેતી હોય તેમણે : જે વ્યક્તિઓને મસાલા કે ગરમ વસ્તુઓ ખાવાથી એલર્જી થતી હોય છે તેમણે પણ હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં. હળદરવાળું દૂધ તમારી એલર્જીને વધારી શકે છે. આ સિવાય હળદર ગૉલબ્લેડરમાં સ્ટોન બનાવવાનું કામ કરી શકે છે.

શરીરનું તાપમાન ગરમ હોય તેમણે : દરેક વ્યક્તિનું તાપમાન અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જે લોકોને ગરમ વસ્તુઓ ખાવાની જલ્દી અસર થાય છે તેમણે હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં. તેનાથી શરીરમાં ગરમી વધે છે અને તેના લીધે ખીલ, કબજિયાત, ખંજવાળ અને બેચેની થતી હોય છે.

Leave a Comment