ગર્ભાવસ્થા એ એવી સ્થિતિ છે જે દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તે આ સ્થિતિમાં આવે. આ સમય દરમિયાન કોઈપણ મુશ્કેલી આવી જાય તેને એ બહુ હિમતથી સહન કરી લેતી હોય છે.
ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલા ઇચ્છતી હોય છે કે તેનું સંતાન એ હેલ્થી રહે. બાળકના જન્મ સમયે કોઈપણ મુશ્કેલી કે પછી અડચણ આવે નહીં. તો તમને જણાવી દઈએ કે એવા અમુક સુપર ફૂડ છે જેના સેવનથી તમારું સંતાન એકદમ હેલ્થી જન્મશે. તો ચાલો વધુ વાર ના કરતાં જોઈએ લઈએ આ અને જાણી લઈએ કયા છે આ સુપર ફૂડ.
ડેરી પ્રોડક્ટ્સ : તમને જણાવી દઈએ કે મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન દૂધ અને દહીથી બનેલ વસ્તુઓનું સેવન વધારે કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે દૂધ અને દહીમાં કેલ્શિયમ ભરપૂર માત્રમાં હોય છે. આજે માર્કેટમાં લૉ ફેટ દહી અને દૂધ પણ મળે છે તેના સેવનથી તમને ખૂબ ફાયદો થશે.
મસૂર દાળ : મસૂરની દાલમાં પણ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે તમે તેનાથી પાતળી દાલ બનાવીને આરોગી શકો છો. આમ કરવાથી શરીરને પૂરતું કેલ્શિયમ મળી રહે છે.
બ્રોકોલી : જો તમે ગર્ભવતી છો અને તમને બ્રોકોલી ખાવી પસંદ નથી તો પણ તમારે બ્રોકોલી ખાવી જોઈએ, આમાં આયર્ન, ફાઈબર, ફોલિક એસિડ અને એંટીઓક્સિડેન્ટ જેવા અનેક તત્વો હોય છે જે તમારા શરીર અને બાળકની માટે ખૂબ જરૂરી છે. જો બ્રોકોલી સલાડ પસંદ ના હોય તો તમે તેનું સૂપ કે શાક બનાવીને પણ ખાઈ શકો છો.
પાલક : પાલક ખાવી એ તો દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. પણ તમને જણાવી દઈએ કે પાલકમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. શરીરમાં કેલ્શિયમની કમી પૂરી કરવા માટએ પાલક એક સારો ઓપ્શન છે. એટલે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાએ પોતાના બાળક માટએ આ સુપર ફૂડ એવું પાલક ખાવું જોઈએ.
ખજૂર : ખજૂરની તાસીર આમ તો ગરમ હોય છે પણ જો તમે તેને ઘી સાથે ઉમેરીને ખાવ છો તો તેનાથી તમારા બાળકને ખૂબ ફાયદો થાય છે. ખજૂરથી બાળકના હાડકાં અને દાંત મજબૂત બને ચે.
નારંગી: ગર્ભવસ્થા દરમિયાન સંતરાનું સેવન કરવાથી વિટામિન સી મળે છે. વિટામિન સી ઉપરાંત તેમાં સારી માત્રામાં કેલ્શિયમ પણ હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.