ઉનાળાના દિવસોમાં કબજિયાતની તકલીફ મોટાભાગના લોકને સતાવે છે. કારણ કે ઉનાળામાં જો પાણી પીવાનું ધ્યાન રાખવામાં ન આવે તો કબજિયાત થાય છે. તેવામાં આંતરડામાંથી મળ નીકળતો નથી અને ત્યાં સડવા લાગે છે.
તેના કારણે શરીરમાં ઘણી સમસ્યા થાય છે. તેથી જરૂરી છે કે આંતરડાની સફાઈ થાય અને કબજિયાત પણ ન રહે. આ બંને સમસ્યાને દુર કરવામાં ખસના મૂળનું પાણી મદદ કરી શકે છે.
ખસ એક સુગંધી ઘાસ હોય છે. તેમાં અનેક ગુણ હોય છે. તેનો ઉપયોગ શરબતમાં અને ઔષધી તરીકે કરવામાં આવે છે. તેને પાણીમાં પલાળી રાખવાથી તેના ગુણ પાણીમાં પણ ભળી જાય છે. આયુર્વેદમાં આ પાણી પીવાથી પણ લાભ થતા હોવાનો ઉલ્લેખ મળે છે.
ખસના મૂળનું પાણી પીવાથી કબજિયાતથી દવા વિના મુક્તિ મેળવી શકાય છે. તેના કારણે પાચનતંત્ર પણ સારી રીતે કામ કરે છે અને આંતરડા સાફ થાય છે. ઉનાળામાં ખાસ આ પાણી પીવું જોઈએ. ઉનાળામાં ખસના મૂળનું પાણી પીવાથી લૂ લાગવી. ઝાડા થવા અને કબજિયાત થવી આ ત્રણેય સ્થિતિથી બચી શકાય છે.
ખસના મૂળનું પાણી પીવાથી ગરમીના કારણે થતી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ખસના મૂળનું પાણી પીવાથી પાચન ક્ષમતા વધે છે અને શરીર રોગોથી સુરક્ષિત રહે છે.
ખસના મૂળનું પાણી પીવાથી આંતરડામાં જામેલો કચરો દૂર થાય છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સુધરે છે. તેનાથી કબજિયાત મટે છે. નિયમિત રીતે જેને પેટ સાફ ન આવતું હોય તે ખસના મૂળનું પાણી પીવે તો નિયમિત પેટ સાફ આવે છે.
ખસના મૂળના પાણીમાં એન્ટી ઓક્સીડન્ટ અને ક્ષારીય તત્વો હોય છે જે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ઉનાળા દરમિયાન તેનું પાણી પીવાથી શરીરને લાભ થાય છે. આ સિવાય પણ ખસના મૂળનું પાણી પીવાથી કેટલાક લાભ થાય છે. જે નીચે દર્શાવ્યાનુસાર છે.
ખસનું પાણી પીવાથી થતાં લાભ
1. ખસનું પાણી પીવાથી માથાનો દુખાવો મટે છે.
2. તેનાથી શરીરમાં આવેલા સોજા દુર થાય છે.
3. તેનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે.
4. ખસના મૂળનું પાણી પીવાથી શરીરમાં બ્લડ સક્યુલેશન સુધરે છે.
5. તેની સુગંધ મિસ્તિષ્કને શાંત કરે છે અને સ્ટ્રેસ દુર કરે છે.
6. અનિંદ્રાની સમસ્યાને પણ ખસનું પાણી દુર કરે છે.
7. ઉનાળામાં ગરમીના કારણે થતી સમસ્યાઓને ખસનું પાણી દુર કરે છે.