આ વસ્તુ ખાવાની શરૂ કરી દેશો તો શરીરની તમામ નબળાઈ દૂર થઈ જશે

ઘણીવાર એવું થાય છે કે વધારે કામ કર્યું ન હોય છતાં પણ થાક અને નબળાઈ સતત શરીરમાં લાગે. આ સ્થિતિ સંકેત કરે છે કે શરીરને ઈન્સ્ટંટ એનર્જીની જરૂર છે.

નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાની જ્યારે અવગણના કરવામાં આવે ત્યારે આ રીતે શરીરમાં નબળાઈ આવી જાય છે. ત્યારે આજે તમને જણાવીએ 10 એવી વસ્તુઓ વિશે જેને ખાવાથી શરીરમાં ઈન્સ્ટંટ એનર્જી આવે છે.

1. પાલક – પાલક પોષકતત્વોથી ભરપુર હોય છે. તેમાંથી વિટામીન એ, કે અને ફોલેટ ભરપુર પ્રમાણમાં શરીરન મળે છે. તેમાં કેલેરી ઓછી હોય છે પરંતુ તેને ખાવાથી એનર્જી ઈન્સ્ટંટ આવે છે.

2. લસણ – ઘણા લોકો લસણનું સેવન તેની સ્મેલના કારણે કરવાનું ટાળે છે. પરંતુ લસણ ખાવાથી શરીરને લાભ અઢળક થાય છે. સૌથી પહેલા તો તે શરીરને બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા આપે છે અને બીજું તે એનર્જી પણ આપે છે.

3. લીંબુ – લીંબુનું સેવન કરવાથી પણ તુરંત એનર્જી આવે છે. ગરમીના કારણે નબળાઈ લાગતી હોય ત્યારે લીંબુ શરબત પીવાથી તુરંત લાભ થાય છે.

4. બીટ – બીટ પણ ઊર્જાનો સ્ત્રોત છે. બીટ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને બિમારી થવાનું જોખમ પણ ઘટે છે.

5. ડાર્ક ચોકલેટ – ડાર્ક ચોકલેટ ખાવાથી પણ ઈંન્સ્ટંટ એનર્જી મળે છે. તેનું સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. તેનાથી કેન્સરના કોષ વધતા પણ અટકે છે.

6. દાળ – દરેક ઘરની રોજની થાળીમાં દાળ અચૂક હોય છે. દાળ પ્રોટીનથી ભરપુર હોય છે. કોઈપણ દાળ ખાવાથી ઈન્સ્ટંટ એનર્જી આવે છે.

7. અખરોટ – નિષ્ણાંતોના જણાવ્યાનુસાર અન્ય ડ્રાયફ્રુટની સરખામણીમાં અખરોટ ખાવું જ જોઈએ. તેમાં વિટામીન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ ભરપુર હોય છે. રોજ 8 અખરોટ ખાવા જોઈએ.

8. સાલ્મન ફિશ – સાલ્મન ફિશ ખાવાથી પણ ડીપ્રેશન અને હૃદયના રોગ દૂર થાય છે. તેમાં વિટામીન બી 12 પણ ભરપુર હોય છે.

9. એવોકાડો – એવોકાડો દુનિયાનું સૌથી શક્તિશાળી વસ્તુઓમાંથી એક છે. શરીરમાં એનર્જી જળવાઈ રહે તે માટે અઠવાડિયામાં 2 એવોકાડો ખાવા જ જોઈએ. તે ફાયબરથી ભરપુર હોય છે જે કેન્સર, કબજિયાત સહિતની બીમારીનું જોખમ ટાળે છે.

10. રાસ્પબૈરી વિટામીન સી અને આયરનથી ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી સ્થૂળતા, ડાયાબીટીસ, હાર્ટ ડિસીઝ પણ દુર થાય છે. આ ફળ ખાવાથી શરીરને ઈન્સ્ટંટ એનર્જી મળે છે.

Leave a Comment