વર્તમાન સમયમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય તે તેના શરીર અને ચહેરા પર વધતી ઉંમરની અસર ન દેખાય. એટલે કે દરેક વ્યક્તિ નિરોગી અને યુવાન દેખાવા ઈચ્છે છે. તેમાં કંઈ ખોટું પણ નથી.
પરંતુ આ વસ્તુ શક્ય બનતી નથી. કારણ કે લોકોને આ વાતને શક્ય કેમ કરવી તેના વિશે જાણકારી હોતી નથી. આજે તમને 5 પ્રકારના જ્યુસ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી તમે આ સપનાને સાચું કરી શકો છો.
આ 5 જ્યુસ એવા છે જેનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે અને સાથે જ ચહેરા પર દેખાતી વધતી ઉંમરની અસર અટકે છે. આ વસ્તુઓને તમે દૈનિક આહારમાં સમાવી શકો છો.
દાડમ – દાડમ સ્વાસ્થ્ય અને ત્વચા માટે ઉપયોગી છે. તેમાં ભરપુર પ્રમાણમાં પોષકતત્વો હોય છે. દાડમનું જ્યૂસ પીવાથી શરીરને પુરતું પોષણ મળે છે. દાડમમાં પોલીફેનોલ્સ, એન્ટી ઓક્સીડન્ટ ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી રક્તની ઊણપ દુર થાય છે અને ત્વચામાં તેજ વધે છે.
ગાજર – ગાજર પણ પોષકતત્વોનો ભંડાર છે તેનું સેવન કરવાથી શરીરને જરૂરી વિટામીન અને મિનરલ્સ મળે છે. ગાજર ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. ગાજરમાં વિટામિન એ અને બીટા કેરોટિન હોય છે તે શરીરમાંથી પોષક તત્વોની ઊણપને દુર કરે છે. તેનાથી ત્વચા અને આંખ સ્વસ્થ રહે છે.
બીટ – બીટનું જ્યુસ નિયમિત પીવાથી શરીરમાં ક્યારેય રક્તની ઊણપ સર્જાતી નથી. તેનાથી શરીરને પોષણ પણ મળે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે બીટનું જ્યુસ નિયમિત પીવું જોઈએ. તેનાથી રક્તની ઊણપ દુર થાય છે.
દ્રાક્ષ – દ્રાક્ષનું સેવન કરવાથી વધતી ઉંમરની અસર ચહેરા પર દેખાતી અટકે છે. દ્રાક્ષમાં લાઈકોપીન અને કેરેટનોઈડ હોય છે જે વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરે છે. તેનાથી વૃદ્ધાવસ્થાના લક્ષણો પણ દુર થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. તેનાથી હાર્ટના રોગ થવાનું જોખમ પણ અટકે છે.
જ્વારા – ઘઉંના જ્વારામાં એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરમાંથી સોજાને દુર કરે છે અને અન્ય બીમારીને પણ મટાડે છે. આ જ્યૂસ નિયમિત પીવાથી શરીરને પોષણ મળે છે અને હાર્ટ હેલ્ધી રહે છે.
આ જ્યૂસનું સેવન કરવાની સાથે હેલ્ધી ડાયટને ફોલો કરશો એટલે તમે આજીવન નિરોગી રહી શકો છો અને સાથે જ ઉંમર વધશે પરંતુ તમારી ત્વચા અને સ્વાસ્થ્ય પર વૃદ્ધાવસ્થાની અસર જોવા મળશે નહીં.