આ પાંદડાના ઉપયોગથી બીપી હંમેશા રહેશે કંટ્રોલમાં, વજન ઉતારવા પણ ઉપયોગી

અરુગુલાના પાન અત્યંત ગુણકારી ઔષધી છે. તેનું સેવન કરવાથી શરીરના ખાસ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળ છે. આ પાનનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

આજના આ સમયમાં આપણે સૌ સારા સ્વાસ્થ્યનું મહત્વ તો સમજી જ ગયા છીએ. આમ તો નિયમિત આહારમાં લીલા શાકભાજી લેવા જ જોઈએ. આ શાકભાજી સ્વાસ્થ્ય માટે લાભકારી છે.

પરંતુ આ ભાજી તો અતિગણુકારી છે. મોટાભાગના લોકો તેનાથી થતા લાભથી અજાણ હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે અરુગુલાના પાનનું સેવન કેવી રીતે કરવું અને તેનાથી શું લાભ થાય છે.

અરુગુલા પણ લીલા પાનવાળી ભાજી છે. તેનું સેવન ભાજી તરીકે, શાકભાજીમાં, સલાડ તરીકે કરી શકાય છે. તેમાં રહેલા પોષકતત્વોની વાત કરીએ તો આ ભાજીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

તેમાં પ્રોટીન સૌથી વધારે હોય છે. આ સાથે આ પાન ફાયબર અને કાર્બોહાઈડ્રેટનો પણ ખજાનો છે. તેનું સેવન કરવાથી શરીરને નીચે દર્શાવ્યાનુસારના લાભ થાય છે.

હાર્ટ રહેશે હેલ્ધી – અરુગુલાના પાનમાં ખનીજ તત્વો હોય છે તેનું સેવન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે. નિયમિત રીતે આહારમાં આ પાનનું સેવન કરવાથી હૃદયની બીમારીઓ દુર થાય છે. અને ન હોય તો થવાની શક્યતા પણ ઘટી જાય છે.

વજન ઘટશે – આ પાનનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. વધતા વજનથી મોટા પ્રમાણમાં લોકો પરેશાન છે. તેવામાં આ પાનનું સેવન કરવાથી વધતું વજન કંટ્રોલમાં આવે છે. કારણ કે તે ભૂખ કંટ્રોલ કરે છે.

આંખનું તેજ વધારે છે – આ ભાજીનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. તેનું સેવન કરવાથી રેટીનાની સુરક્ષા થાય છે અને તે મોતિયો થવાનું જોખમ પણ ઘટાડે છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે – આ પાન ખાવાથી કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે. તેમાં અનેક પ્રકારના ખનીજ તત્વો હોય છે જે શરીરમાં કેન્સરના સેલ્સ બનતા અટકાવે છે.

ગર્ભાવસ્થામાં લાભ – આ પાન ખાવાથી ગર્ભાવસ્થામાં પણ લાભ થાય છે. આ પાન ખાવાથી શરીરમાં પ્રોટીન, કેલ્શિયમ સહિતના પોષકતત્વો મળી રહે છે. ગર્ભાવસ્થાની શરુઆતના મહિનાઓમાં આ પાન ખાવાથી લાભ થાય છે. આ પાન ખાવાથી બાળકનો વિકાસ સારી રીતે થાય છે.

બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં – આ પાન ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત રહે છે. તેમાં જરૂરી બધા જ ખનીજ તત્વો મળે છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

Leave a Comment